ગિરનાર રોપવેની કામગીરી પૂર્નઃ શરૂ કરાઈ, હજુ ર૦ ટકા કામ બાકી

0

જૂનાગઢ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અમુક ઉધોગો, કારખાનાઓને કામકાજ કરવાની મંજુરી મળી છે જે અન્વયે સમગ્ર સોરઠનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘‘ગિરનાર રોપ – વે’’ યોજનાનું કામકાજ ચાલું થયું છે. આ તકે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીના સભ્ય અને ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવે, નિર્ભયભાઈ પુરોહિત, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર, કોર્પોરેટર એભાભાઈ કટારા અને ઉષા બ્રેકો કંપનીના પ્રોજેક્ટ મેનેજર દિનેશસિંગ નેગી સહિતનાની હાજરીમાં ફરી કામ શરૂ કરાવ્યું હતું. રોપ – વે યોજનાનું અંદાજીત ૧૫- ૨૦ % કામકાજ હજી બાકી છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી આ યોજનામાં કામ કરતા મજુરો અને કંપનીના અધિકારીઓ જૂનાગઢ અને સાઈટ પરજ હતા કંપની દ્વારા તેમના રહેવા જમવાની પુરતી કાળજી રખાઈ હતી. સુરક્ષાલક્ષી પગલાઓ જેવાકે દરેકનું દર બે કલાકે સેનિટનજરથી સેનેટાઝેશન, દરેકનું ગનથી ટેમ્પરેચર માપવાનું તેમજ ડોકટર દ્વારા દરેકની ફિઝીકલ તપાસ અને બહારથી આવતા દરેકની એન્ટ્રીની નોંધ કરી તેમના એડ્રેસ, મોબાઈલ નંબરની નોંધ કરવામાં આવે છે. વિદેશના એન્જીનીયરો સાથે વિડીયોકોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવીને હાલ કામગીરીની શરૂઆત થઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ભવનાથ ક્ષેત્રના સંતો મહામંડલેશ્વર ભારતીબાપુ, શેરનાથબાપુ તેમજ ઈન્દ્રભારતીબાપુની મુલાકાત લઈ તેમને આ કાર્યની માહિતી આપી આર્શીવાદ મેળવ્યા હતા.

error: Content is protected !!