લોકોની સુરક્ષા માટે ‘સ્ટે એટ હોમ’નું પાલન કરાવી જાખમી ફરજ બજાવે છે

0

કોરોનાનાં કહેર અને ઉનાળાનાં સખ્ત તાપ વચ્ચે પણ જાખમી ફરજ બજાવતાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પોલીસ, પ્રેસ, આરોગ્ય, જીલ્લા પંચાયત, સરકારી હોસ્પીટલ તંત્રનાં તમામ યોધ્ધાઓને લોકો પણ દિલથી સલામો આપી રહ્યાં છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પ્રોબેશ્નલ ડીવાયએસપી એમ.ડી. બારીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર સતત કપરી ફરજ બજાવી રહેલ છે. આ ઉપરાંત સેવાનાં અવિરત કામો દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉનને એક માસ પુરો થવાનાં હવે ગણતરીનાં કલાકો જ માત્ર બાકી રહ્યાં છે ત્યારે પોલીસ પોતાની ફરજ બજાવવાનું ચુકતી નથી. લોકોને પ્રેમથી, કાયદાકીય તેમજ સમજાવટનાં સુરે પણ ઘરે રહેવા અને સુરક્ષિત રહેવા સમજાવવામાં આવે છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે તૈનાત તમામ વિભાગનાં કર્મચારીઓ, પદાધિકારીઓ પોતાનાં પરિવાર, ઘર બધું મુકી અને સુમસામ રસ્તા ઉપર ફરજ બજાવતાં જાવા મળે છે. તેમની ફરજની કામગીરીમાં કયારેક કાયદાનું શ† પણ ઉગામવામાં આવે છે. પરંતુ એકંદરે પોલીસ અને સહયોગી દળો આપણાં રક્ષણ માટે જ આ કાર્ય કરી રહ્યું હોવાની લોકોને પ્રતીતી થઈ રહી છે અને આમ જનતા પણ હવે આ સહયોગી દળોની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ફરજ બજાવતાં તમામ કર્મચારી, અધિકારીઓને માસ્ક વિતરણ, ચા-પાણી-નાસ્તો અથવા તો સેવાકીય મંડળો દ્વારા ખાસ છત્રીની વ્યવસ્થા કરી અને છાંયડો કરી આપવાની કામગીરી પણ જૂનાગઢ શહેર અને જીલ્લામાં થઈ રહી છે. લોકડાઉનનાં સમયમાં પોલીસનાં વિવિધ પાસાઓની કામગીરી બહાર ઝળકી ઉઠી છે ત્યારે પોલીસ અને પ્રજા વધુ નજીક આવી રહ્યાં હોવાની પ્રતિતિરૂપ અનેક દાખલાઓ અને ઉદાહરણો સામે આવ્યાં છે. જૂનાગઢ શહેરમાં ઉમદા કામગીરીને કારણે અને વરિષ્ઠ અધિકારીઓની સતત દેખરેખને કારણે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને આજે જૂનાગઢ શહેર અને જીલ્લા પોલીસ વિભાગે સાર્થક કરી બતાવ્યું
છે.