ધાર્મિક અને શુભપ્રસંગોને બ્રેક લાગતા કર્મકાંડી બ્રહ્મદેવો મુશ્કેલીમાં

0

સરસ્વતીનાં…ઈન્દ્રો…સ્વાહા..નાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધ્વાન કર્મકાંડી બ્રહ્મદેવો, ગોર મહારાજનો લયબધ્ધ અને વાતાવરણને ધાર્મિક અને પ્રસન્નતાથી ભરી દેતો ગુંજારવ દોઢથી બે માસ થયાં સાભળવા મળતો નથી. તેનું ખરૂં કારણ છે કે એકતો કમુરતા અને કમુરતા ૧૪ એપ્રિલે પુરા થતાં લોકડાઉન ફરીવાર લંબાવવામાં આવતાં સામાજીક કાર્યો, ધાર્મિક કાર્યો અને શુભપ્રસંગો ઉપર લોકડાઉન લાગી ગયું છે. જેથી આજે સન્માનીય અને પુજનીય ગણાતાં બ્રહ્મદેવો કે જેઓ કર્મકાંડ દ્વારા જીવનનિર્વાહ ચલાવી રહ્યાં છે તેઓની હાલત દયનીય છે ત્યારે તેઓની પડખે સમાજનાં શ્રેષ્ઠીઓ, દાતાઓએ ‘મે હું’ની જેમ મદદગાર બની જરૂરીયાત મુજબની સહાયરૂપ બનવાની જરૂર છે તો સરકારે પણ હેલ્પ કરવા માંગણી ઉઠી છે અને ખાસ રાહત પેકેજ જારી કરવા રજુઆતો થઈ રહી છે. દરમ્યાન ગુજરાત તીર્થપુરોહીત મહાસભાનાં મહામંત્રી અને ભાજપ અગ્રણી નિર્ભયભાઈ પુરોહીત દ્વારા એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઋષીપરંપરા અનુસાર ભૂદેવો એટલે કે બ્રહ્મદેવોનું સ્થાન સમાજમાં એક પૂજનીય તરીકે અને સન્માનીય છે. બ્રહ્મસમાજ દ્વારા અન્ય સમાજાને પણ પ્રેરણા આપવાનું કાર્ય પણ કરવામાં આવતું હોય છે. અને દરેક સમાજમાં એક આચાર્ય હોય છે. અને તે તેમનાં ધાર્મિક પ્રસંગોની વિધીવિધાન કરતાં હોય છે. આજે જયારે છેલ્લા દોઢ માસ થયા તમામ પ્રકારનાં સામાજીક પ્રસંગો કે ધાર્મિક કાર્યક્રમો બંધ હોય ત્યારે કર્મકાંડી બ્રહ્મદેવો અને ગોરમહારાજાને મુશ્કેલીનો સમય છે. એકલા કર્મકાંડી બ્રહ્મદેવોની જ વાત નથી પરંતુ સમગ્ર બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજને પણ કટોકટીની આ પળોમાં સહાય અને મદદ કરવી જરૂરી બને છે. ત્યારે સૌએ જરૂરીયાતમંદ પરીવારો તેમજ કર્મકાંડી બ્રહ્મદેવો પ્રત્યે સંવેદના દર્શાવી જાઈએ તેમજ તેમનાં ખબર અંતર પણ પુછવા જાઈએ અને હાલનાં સંજાગોમાં સરકાર દ્વારા પણ તેઓને માટે કંઈક વ્યવસ્થા મદદ માટેની કરવી જાઈએ અને ખાસ રાહત પેકેજ જાહેર કરવાની લાગણી નિર્ભયભાઈ પુરોહીતે વ્યકત કરી છે. આજે સમગ્ર દેશ કોરોનાની ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ છે અને લોકડાઉન અમલીકરણ અંતર્ગત વેપાર ધંધા બંધ છે. મજુરો, કારીગરો, ધંધાર્થી, વેપારીવર્ગ સૌ આજે સ્ટે એટ હોમ થઈ ગયા છે થોડી છુટછાટ મળી છે પરંતુ આવશ્યક ચીજવસ્તુમાં વેપાર માટે તે આવકારદાયક છે. બીજી તરફ આજે આર્થિક મંદીનું ચક્ર ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં ફકત કર્મકાંડ કરીને જ પોતાનાં પરીવાનું ગુજરાન ચલાવતાં કર્મકાંડી બ્રહ્મદેવોની હાલત કફોડી બની છે ત્યારે કર્મકાંડી બ્રહ્મદેવોની વહારે આવી સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરવાની લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે. આ વર્ષે એટલે કે ૧૪ માર્ચનાં રોજ કમુરતા શરૂ થતાં એક માસ સુધી સારા કાર્યો ઉપર બ્રેક લાગી ગઈ હતી. ર૦ર૦નાં વર્ષનાં પ્રારંભ બાદ તેજી મંદિનો દોર ચાલી રહ્યો હતો. આ દરમ્યાન ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોનાનાં ગંભીર રોગચાળાએ કહેર વરસાવતાં ભારતમાં જનજીવન સુરક્ષીત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ર૧ દિવસનું જારી કર્યું હતું અને લોકડાઉન ૧૪ તારીખે પુરૂં થયું હતું અને આજ દિવસે એટલે કે ૧૪મી એપ્રિલનાં કમુરતા પણ પુરા થતાં હતાં દરમ્યાન લોકડાઉનને લંબાવવાની ફરજ પડતાં વધુ ૧૯ દિવસ લોકડાઉન વધારી આપવામાં આવેલ છે. આજે સંપૂર્ણ ધંધા-રોજગાર બંધ હાલતમાં હોય ત્યારે દરેક વર્ગ આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આવા સંજાગોમાં જૂનાગઢ જીલ્લામાં તેમજ રાજયમાં કર્મકાંડ દ્વારા પોતાનું અને પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતાં કર્મકાંડી બ્રહ્મદેવોની હાલત ખુબ જ કફોડી બની છે અને આર્થિક ભીંસ અનુભવી રહેલ છે ત્યારે તેમને મદદ કરવી સૌની ફરજ બને છે. વર્ષ દરમ્યાન ધાર્મિક વિધી, ધાર્મિક કાર્યક્રમો, પૂજન-વિધી, સગાઈ, લગ્નપ્રસંગ, પિતૃકાર્ય, જનોઈવિધી, અનુષ્ઠાન, રાંદલ માતાજીનાં લોટા તેડવા કે નાના ધાર્મિક કાર્યો કે ઘર આંગણાનાં શુભ પ્રસંગો, ધંધા-રોજગાર શરૂ કરવાનાં શુભ કાર્યોમાં કર્મકાંડી બ્રહ્મદેવો દ્વારા બોલાતા વૈદ મંત્રોચ્ચારથી આંગણું ગુંજી ઉઠે છે પરંતુ આજે ફ્રેબુઆરી, માર્ચ, એપ્રિલથી ધાર્મિક કાર્યોને બ્રેક લાગી ગઈ છે આજે ચૈત્રી નવરાત્રી, રામનવમી, હનુમાન જયંતિ, વલ્લભાચાર્યજી પ્રાગ્ટય મહોત્સવ, ચૈત્રી અમાસ અને આવનારી અખાત્રીજ, પરશુરામ જયંતીની સાદાઈથી ઉજવણી થઈ શકશે. લોકડાઉનની સ્થિતિમાં મંદિરોમાં પણ સવાર-સાંજ પૂજન વિધી સિવાય કોઈ કાર્યક્રમો યોજાતા જ નથી. ભાવિકો માટે દર્શન પણ બંધ છે લોકડાઉનમાં ચુસ્ત અમલ માટે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અમલવારી વચ્ચે આજે તમામ શુભપ્રસંગો, ધાર્મિક કાર્યો બંધ હોય જેને કારણે કર્મકાંડ દ્વારા પોતાનું અને પોતાનાં પરિવારજનોનું ગુજરાન ચલાવતાં કર્મકાંડી બ્રહ્મદેવોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર અને સમાજે આગળ આવી અને તેમને સહાયરૂપ બનવાની જરૂર છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હિન્દુ સમાજમાં કોઈપણ શુભપ્રસંગ હોય શુભારંભ હોય કે ઉદ્‌ઘાટન હોય અથવા તો પિતૃકાર્ય હોય, શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ હોય દરેક ધાર્મિક કાર્યોમાં વિધી કરાવનાર કર્મકાંડ બ્રહ્મદેવો કે જેઓ કાશી અથવા તો જ્યાં કર્મકાંડનું જ્ઞાન વિધ્વાનો દ્વારા અપાતું હોય છે અને આવી વિદ્યા પ્રાપ્ત કરી કર્મકાંડ કરતાં કર્મકાંડી બ્રહ્મદેવોનું વિશેષ મહત્વ હોય છે. અને પ્રસંગ પડ્યે આપણે તેઓને ઘર આંગણે પધારવાનું આમંત્રણ આપી અને ધાર્મિક વિધી કરી આપવાની વિનંતી કરીએ છીએ અને ગોરઅદા, ગોરબાપા કે બ્રહ્મદેવતા કહેતા આપણી જીભ સુકાતી નથી તેવા કર્મકાંડી બ્રહ્મદેવો ઉપર વિપત આવી પડી છે ત્યારે હિન્દુ સમાજમાં સુખી અને શ્રીમંત પરિવારો કે જેઓએ પણ જીવનમાં કયારેક ને કયારેક તો બ્રહ્મદેવોને પોતાને આંગણે ધાર્મિક કાર્યો માટે હોંશે હોંશે બોલાવ્યા હશે તેવા પરિવારોએ અત્યારનાં આ સમયમાં કર્મકાંડી અને સન્માનીય એવા બ્રહ્મદેવોને સહાયરૂપ બનવાની આવશ્યકતા છે અને સૌ પોત-પોતાની શક્તિપ્રમાણે સહાયરૂપ બનવું જાઈએ. તેવું જા લાગે તો અચુક કર્મકાંડી, બ્રહ્મદેવોને સહાય કરજા તેવી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રનાં માધ્યમથી સર્વ સમાજને અપીલ કરવામાં આવી છે અને સરકાર દ્વારા પણ કર્મકાંડી બ્રહ્મદેવો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી છે.

error: Content is protected !!