લોકડાઉન દરમ્યાન કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની લાલ આંખ

0

લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ સતત કામગીરી દર્શાવી રહેલ છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલીંગ ડ્રોન કેમેરાથી બાઝ નજર સીસી ટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર તેમજ વિવિધ પોઈન્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહેલ છે. જેને કારણે જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર લોકડાઉનનાં અમલકાળ દરમ્યાન છેલ્લા એક માસ દરમ્યાન વિવિધ ગુનાઓ સબબ પોલીસે કરેલી કાર્યવાહી ઉપર એક દ્રષ્ટીપાત કરીએ તો કલમ ૧૮૮, આઈપીસી કલમ ૧૩પ, જીપી એકટ ૧૯પ૧ અંતર્ગત ૪૦૪ ગુના અને ૬૬૬ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કલમ ર૬૯, ર૭૦ અને ર૭૧ આઈપીસી અને અન્ય ગુના સબબ ૧ર૪૮ કેસો અને ૧૮૧૭ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કલમ ૧૪૩, ૧૪૪, ૧૪પ અંતર્ગત ૧ ગુનો અને ૭ સામે કાર્યવાહી તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં ભંગ બદલ ૧૬૧૪ ગુના દાખલ કરવામાં આવેલ છે અને ર૧૦પ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાનાં આધારે ૪ર૩ ગુનાઓ દાખલ થયા છે. સીસી ટીવી કેમેરાનાં આધારે ર૩ ગુના, સોશ્યલ મિડીયાનાં આધારે ૧૪ ગુના, એએનપીઆર કેમેરાનાં આધારે ૪ ગુના, પીસીઆર વાન તથા પેટ્રોલીંગ વાહનોના આધારે ૧૪ ગુના, વિડીયો ગ્રાફરનાં આધારે ૯ ગુના અને ૧૦૦ નંબર/વોટસઅપ નંબર ઉપર આવેલ કોલનાં આધારે ૩૦ ગુના દાખલ કરવામાં આવેલ છે. અને ર૦૭ અંતર્ગત ૧૩ર૬ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. સતત એક માસ દરમ્યાનની આ કામગીરી છે. મો‹નગ વોક ઉપર નીકળતાં અત્યાર સુધીનાં ૧૮૦ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.