દિવ જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા વિવિધ ક્ષેત્રમાં રાહત અપાઈ

0

દિવ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા અનેક ક્ષેત્રોમાં રાહત આપવામાં આવી છે આ ઉપરાંત દિવમાં સ્વયંભૂ શિસ્ત લોકડાઉન દરમ્યાન જાવા મળ્યું હતું અને લોકડાઉનનાં ભંગની માત્ર ર૬ ફરીયાદો જીલ્લામાં થઈ છે. વધુમાં નાસ્તા અને ખાણીપીણીની દુકાનોની સાથે બાંધકામનાં ક્ષેત્રોમાં પણ ગતિ આવી છે.
દિવમાં ઘણાં ફોરેનર લોકડાઉનમાં ફસાયા છે તેમને સરકારે રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપી છે. આ ઉપરાંત ફિશીંગ તેમજ નાના વેપારીઓને પણ છુટછાટ અપાઈ છે અને કલેકટર તથા જીલ્લા એપી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગોવા, સેલવાસ, દાદરા નગર, હવેલી વગેરેમાં પણ છુટછાટ અપાઈ છે.