ભારત સરકાર દ્વારા કોરોના રોગ માટે ટેલિફોનીક સર્વેનું ખાસ આયોજન કરાયું

0

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાના સંક્રમણને ખાળવા માટેનાં લોકડાઉન સહિતનાં અનેક પગલાઓ જારી કરવામાં આવેલ છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત લોકોની કાળજી રાખવામાં આવી રહી છે અને સઘન આરોગ્ય કામગીરી ચાલી રહી છે. દરમ્યાન ભારત સરકાર દ્વારા આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર એક મેસેજ જારી કરવામાં આવેલ છે અને કોરોના રોગ માટે એક ટેલિફોનીક સર્વેનું આયોજન કરવામાં આવેલ છે અને જે અન્વયે જાહેર જનતાને પણ માહિતી આપવામાં આવી રહી છે કે આ સર્વે અંતર્ગત ૧૯ર૧ નંબર ઉપરથી લોકોનાં મોબાઈલ ઉપર ફોન કરવામાં આવશે અને આ સર્વેની કામગીરી ખુબ જ જરૂરી હોય દરેક લોકો એમાં ભાગ લ્યે અને ફોન કરનાર તરફથી જે વિગતો માંગવામાં આવે તે અંગેની વિગતો પુરી પાડવી તેમજ લોકોને પુછવામાં આવનાર પ્રશ્નો અંતર્ગત કોરોના અંગેનાં લક્ષણો વગેરેની સાચી માહિતી આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. અન્ય કોઈપણ નંબરથી આવા સર્વે બાબતે આવતાં ખોટા અને છેતરામણાં ફોન કોલથી સાવચેત રહેવા પણ જણાવેલ છે. ભારત સરકાર તરફથી ફકતને ફકત ૧૯ર૧ નંબરથી ઉપરથી જ નાગરીકોને ફોન આવશે ત્યારે કેરોનાનો કેવી રીતે સામનો કરવો અને લોકોને પડતી અગવડતા પ્રશ્ને પ્રશ્નાવલી પુછી શકે છે.

error: Content is protected !!