જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરવા લોકોને પોલીસની અપીલ

જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં અસામાજીક પ્રવૃત્તિઓ બનતી અટકાવવાનાં ભાગરૂપે જાગૃત નાગરીક તરીકે આમ પ્રજાને ફરજ અદા કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લાની જાગૃત જનતાને અપીલ કરતાં જણાવેલ છે કે નજીકનાં મહોલ્લા, શેરીઓ, સોસાયટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જા ધ્યાને આવે તો આવી દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમો વિષે કોઈ માહિતી મળે અને જા પોલીસને તમે જાણ કરવા માંગતા હોવો તો નિર્ભયપણે તમે પોલીસને માહિતી આપી શકો છો. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે જાહેર જનતાની જાગૃતતા ખાસ જરૂરી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા શખ્સો અંગે માહિતી આપનારનું નામ, ઓળખ કાયમી ગુપ્ત રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસને માહિતી આપવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ ઈન્સપેકટર રાજેશ કાનમિયા મો.૭૭૭૭૯ ૪૪૪૪૪નો સંપર્ક સાધવા જણાવેલ છે અને નિર્ભય બનીને આ કાર્ય કરવા અને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ અને જીલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!