લોકડાઉન દરમ્યાન જૂનાગઢમાં બીડી, સિગારેટ અને તમાકુનાં હોલસેલ વેપારીઓને છુટછાટ આપવા કમિશ્નરને રજુઆત

0

જૂનાગઢ બીડી, સિગારેટ હોલસેલ એસોસીએશનનાં પ્રમુખ ભરતભાઈ નિમ્બાર્ક, ઉપપ્રમુખ પ્રફુલભાઈ પોપટ, પ્રદિપભાઈ નિમ્બાર્ક અને એસોસીએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીને એક પત્ર પાઠવી અને ભારપૂર્વક રજુઆત કરતાં જણાવેલ છે કે બીડી, સિગારેટ અને તમાકુનાં વેપારીઓની મુશ્કેલી નિવારવા રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે આજે લોકોને માવા, સિગારેટ, બીડી, તમાકુ જેવાં વ્યસનનાં આદિ થઈ ગયાં છે અને એવી પણ પરિસ્થિતિ જાવા મળે છે કે લોકોને જમવાનું ન દયે તો ચાલશે પરંતુ વ્યસન વિના ચાલતું નથી. તો બીજી તરફ હાલ કોરોનાનાં રોગચાળાને કારણે લોકડાઉન ચાલી ગયું છે. તેવા સંજાગોમાં હોલસેલ વેપારીઓ પણ ઘરે બેસીને માનસિક તાણ અનુભવી રહ્યાં છે અને બીજી તરફ પાન, માવો, બીડી, સિગારેટનાં કાળા બજાર થતાં હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. તેમ જણાવી અને લોકો ઘરની બહાર કયાંયથી પાન, માવો કે તમાકુ મળે છે કે નહીં તેની તપાસ કરવા નિકળતાં હોય છે. જેથી સરકારશ્રીનાં નિયમ મુજબ અમોને એવી છુટ આપવી જાઈએ કે પાન, માવો, બીડી, સોપારીની અમે યોગ્ય વ્યવસ્થા કરી અને નિયમોનું પાલન કરી અને તેનું વેંચાણ કરી શકીએ તે માટે મંજુરી આપવા રજુઆત કરવામાં આવી છે. અને અમારી દુકાનોની સલામતી જણાતી નથી. સીગરેટ, તમાકુનો વેપાર શરૂ કરવા તંત્રને રજુઆત કરવામાં આવી છે.