રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ શ્રેષ્ઠ : ડો.મહેશ વારા

0

વાયરસની કોઈ દવા જ નથી અને વાયરસનો સામનો કરવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી એ એક જ ઉપાય છે શરીરમાં રહેલા વાયરસને મારી હટાવવો અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ હોવાનું જૂનાગઢ જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાએ જણાવ્યું હતું.
દેશભરમાં તેમજ વિશ્વનાં દેશોમાં આજે કોરોનાનાં ગંભીર ખતરાએ હાહાકાર મચાવેલ છે અને કોરોનાની બિમારીમાંથી લોકોને કઈ રીતે ઉગારવા તે ભારતનાં આરોગ્ય વિભાગ અને કેન્દ્ર તથા રાજય સરકાર માટે માથાનાં દુઃખાવારૂપ પ્રશ્ન છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની ૧૩૦ કરોડથી વધારે જનતાને કોરોનાનાં સંક્રમણમાંથી બચાવી લેવાનાં ઉપાયરૂપે લોકડાઉનનું બીજા તબક્કાનું શ† લાદીને કોરોનાના વાયરસથી દુર રાખવા પગલા લેવામાં આવી રહ્યાં છે દરમ્યાન હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનની ખુબ જ સારી અસર પડી રહી છે અને લોકો પણ લોકડાઉનને સમર્થન કરી રહ્યાં છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિષયક કામગીરી પણ સઘન બનાવવામાં આવી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં આયુર્વેદ અને હોમીયોપેથી અંતર્ગત ખાસ બનાવવામાં આવેલાં અમૃતપેય રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧,૪ર,૩૦ર જેટલા લોકોએ અમૃતપેય રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાનો લાભ લીધેલ છે અને ૭૩૯૪૬ લોકોએ હોમીયોપેથી દવાનો લાભ લીધેલ છે. તેમ જણાવ્યું હતું. વિશેષમાં ડો.મહેશ વારાએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ જીલ્લામાં કુલ રપ ડિસ્પેન્સરીઓ આવેલી છે અને ત્યાંથી પણ જીલ્લાનાં ગ્રામ્ય સ્તરનાં લોકોને પણ આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી ખાસ તૈયાર કરવામાં આવેલાં ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહેલ છે. જૂનાગઢમાં આયુર્વેદ હોસ્પિટલ પાસે ૧૦૦ બેડની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત આયુર્વેદિક વિભાગનાં અને હોમીયોપેથીક વિભાગનાં તમામ સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતા અને આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ જૂનાગઢ જીલ્લા આયુર્વેદ વિભાગનાં અધિકારી ડો.મહેશ વારા અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢનાં આચાર્ય ડો.અલ્પેશ જારસાણીયાનાં માર્ગદર્શન હેઠળ પણ ખુબ જ ત્વરીત સઘન કામગીરી આયુર્વેદ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંગેની અત્યાર સુધીની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે હાલની કોવિડ-૧૯ વાયરસની પરિસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા અને નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં જીલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢની દેખરેખ હેઠળ તમામ સરકારી આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાના ખાતે તા.૬ માર્ચ, ર૦ર૦થી નિયમિત રૂપે વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા અને દવા વિતરણનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજ દિન સુધી ૧,૪ર,૩૦ર જેટલા લોકોએ અમૃતપેય રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળાનો લાભ લીધેલ છે અને ૭૩૯૪૬ લોકોએ હોમીયોપેથીક દવાનો લાભ લીધેલ છે. આ અંગે વધુ માહિતી આપતા જીલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ડો.મહેશ વારા અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢનાં આચાર્ય ડો.અલ્પેશ જારસાણીયાએ જણાવેલ હતું કે આ ઉકાળા અને દવા વિતરણ જૂનાગઢ આયુર્વેદ કોલેજ ખાતે અને જૂનાગઢ જીલ્લાના તમામ રપ દવાખાનાઓમાં નિયમિત રૂપે હજુ ચાલુ જ છે અને તમામ નાગરિકોની સાથે-સાથે જૂનાગઢ શહરે અને જીલ્લાનાં તમામ તાલુકા મથકો ઉપર ફરજ બજાવતાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ફોરેસ્ટ વિભાગ તથા નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત અધિકારી અને કર્મચારી અને તેમના પરિવારને પણ આ રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળા અને દાવાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કલેકટર ઓફીસ, જીલ્લા પંચાયત ઓફીસ, મહાનગરપાલિકા ઓફીસમાં કામ કરતા તમામ અધિકારી અને કર્મચારીઓને રોજેરોજ ઉકાળો પીવડાવવામાં આવેલ છે તથા તેમના પરિવારને પણ આ ઉકાળાનું નિયમિત સેવન કરી શકે તે માટે ઉકાળા પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા હાલની મહામારીથી બચવા માટે વિશેષ રોગપ્રતિકારક શÂક્ત વર્ધક દવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે. તથા પ્રધાનમંત્રી દ્વારા પણ આ ગાઈડલાઈનનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે. જાહેર જનતાને વધુ માહિતી માટે જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જૂનાગઢ (૦ર૮પ-ર૬૩રર૪૩) અથવા સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢનો સંપર્ક કરવા કે નજીકનાં સરકારી આયુર્વેદ કે હોમીયોપેથી દવાખાનાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે આ તકે વિશેષમાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાએ જણાવ્યું હતું કે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ વિભાગ સાથે સતત સંકલનમાં રહી અને દવાઓનું પરીક્ષણ અને તેનાં પરિણામોથી માહિતગાર રહી અને ત્યારબાદ કોરોના વાયરસની સામે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનાં ભાગરૂપે આયુર્વેદીક અને હોમીયોપેથી પધ્ધતિનો ઉપયોગ કરવા પણ આહ્‌વાન કરેલ છે આજે વિશ્વમાં જયારે કોરોનાનો હાહાકાર સર્વત્ર પ્રવર્તી રહ્યો છે ત્યારે આ ઝેરી વાયરસ સામે ખાસ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી પડે અને તેનાં માટે શ્રેષ્ઠ સારવાર જા કોઈ હોય તો આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ છે. એક ઉદાહરણ સ્વરૂપે ડો.મહેશ વારાએ જણાવ્યું હતું કે કોરોનાનો સૌપ્રથમ કેસ કેરાલામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં ૪૦૦થી પ૦૦ જેટલાં કેસો છે. પરંતુ અન્ય દેશોની તુલનામાં ત્યાં મૃત્યું દર ખુબ જ ઓછો છે અને તેનું એકમાત્ર કારણ કે ત્યાં વર્ષોથી આયુર્વેદ પધ્ધતિ અને પંચકર્મો ઉપર કામ કરવામાં આવી રહેલ છે. વિશ્વનાં દેશો ત્યાં સારવાર અને ઉપચાર માટે આવતાં હોય છે અને કોરોના સામે પણ પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી જે કામગીરી કરવામાં આવી છે તેનાં કારણે મહ્‌દઅંશે સફળતા પ્રાપ્ત કરી છે જેથી લોકોને પણ ડો.મહેશ વારાએ અપીલ કરી છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ અને હોમીયોપેથી શ્રેષ્ઠ છે અને ખાસ તૈયાર કરવામાં આવેલ ઉકાળા અને દવાનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.