મહારાષ્ટ્રમાં સંતોની થયેલી હત્યાનાં બનાવને ગિરનાર મંડળનાં સંતોએ વખોડી કાઢી

ગિરનાર ક્ષેત્રનાં વરિષ્ઠ સંતોએ મહારાષ્ટ્રમાં જે સાધુ-સંતોની નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી છે તેના માટે ન્યાયની માંગણી કરવામાં આવી છે. ગિરનાર મંડળનાં વરિષ્ઠ સંતો સર્વશ્રી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ મુકતાનંદજીબાપુ, રૂદ્રેશ્વર જાગીર આશ્રમનાં મહંત પૂજય ઈન્દ્રભારથીબાપુ, મોટા પીરબાવા તનસુખગીરીબાપુ, મહંતશ્રી શેરનાથબાપુ તેમજ કોમી એકતાનાં પ્રતિક એવી પૂજય દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુ સહિતનાં સંતોએ તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં જે સાધુ-સંતોની હત્યા થઈ છે તે બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ આ બનાવમાં હાજર પોલીસ ચુપચાપ તમાશો જાયા રાખતી હતી તેની સામે પણ સખ્ત પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. આ નિર્મમ હત્યાનાં બનાવમાં જે કોઈ સંડોવાયેલાં હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે અને એટલું જ નહીં લોકડાઉન પૂર્ણ થયે સૌરાષ્ટ્રનાં સંતો એકમંચ ઉપર આવી અને આ બનાવ સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

error: Content is protected !!