કોરોના વાયરસનાં રોગચાળા સામે ટક્કર ઝીલવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન હાલ ચાલી રહ્યું છે અને આ લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારો માટે ખુબ જ કપરી પરિસ્થિતિ હોય તેવા સંજાગોમાં જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવા માટે ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી કાર્યકતાઓ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારનાં લોકો તેમજ દાતાઓનાં સહયોગથી ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહેલ છે અને સતત ૧ માસથી ગુંદી-ગાંઠીયાનાં ફુડ પેકેટો બનાવ અને જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવી રહેલ છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી કાર્યકતાઓ સર્વશ્રી વિરાભાઈ મોરી, મેહુલભાઈ કોઠારી, કિશોરભાઈ ચૌહાણ, મેણશીભાઈ વાજા, જીગ્નેશભાઈ દવે, ભાવેશભાઈ મોરી, મજીનભાઈ ચૌહાણ, મયુરભાઈ ડેર, તુષારભાઈ પંડ્યા, કુમેશભાઈ મોરી, ચંદુભાઈ હિંડોચા, વિનશભાઈ વાજા, નાથાભાઈ આહિર, નવનીતભાઈ માંડવીયા, બિપીનભાઈ ભટ્ટ, મહેશભાઈ ભટ્ટ, હિમેનભાઈ ચોલેરા, મનસુખભાઈ હડીયલ, ફારૂકભાઈ મકવાણા, સુરેશભાઈ સંચાણીયા, ધાર્મિકભાઈ ભટ્ટ, ગોવિંદભાઈ જયસ્વાલ, કપીલભાઈ વસાવડા, લક્ષ્મણભાઈ ભુતીયા, જીતુભાઈ જયસ્વાલ, નરેન્દ્રભાઈ હડીયલ, મુકેશભાઈ બારોટ, દિવ્યેશભાઈ જેઠવા સહિતનાં કાર્યકતાઓ રાત-દિવસ જાયાં વિના સતત જહેમત ઉઠાવી રહ્યાં છે અને તેમની કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે.