બિલખા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સંપૂર્ણ લોકડાઉનનું પાલન સાથે અનાજ કીટનું વિતરણ

0

બીલખા તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. બીલખા પીઆઈ શ્રી માથુકયા તેમજ પીએસઆઈ શ્રી માલમનાં માર્ગદર્શન હેઠળ બીલખા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ જીઆરડીનાં જવાનો દ્વારા લોકડાઉનનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને બિલખા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન કોઈ ગરીબ પરીવારો હોય તો તે પરીવારોનાં ઘરે જઈને અનાજ સહીતની ખાદ્ય વસ્તુની કીટ આપી અને લોકડાઉનનું પાલન કરવાની વિનંતી પણ કરે છે ત્યારે આવા માનવતા ભર્યા કાર્યને જાઈ ગ્રામજનો દ્વારા અભીનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.