બે સાધુઓ અને તેમની ગાડીનાં ડ્રાઈવરની નિર્મમ હત્યાનાં બનાવને જૂનાગઢ શÂક્ત પૂજન સમિતિએ વખોડી કાઢ્યો

0

તાજેતરમાં મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડાનાં બે નિર્દોષ સાધુ અને તેમની ગાડીનાં ડ્રાઈવરની પાલઘર ગામમાં આશરે પાંચચો જેટલાં લોકોએ લાકડી અને પથ્થર જેવા તિક્ષ્ણ હથીયારો વડે નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને શ્રી શક્તિપૂજન સમુહલગ્ન સમિતિ અને જય દશનામ ગોસ્વામી પરિવાર જૂનાગઢએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને આ બનાવનાં સંદર્ભે તટસ્થ તપાસ થાય અને દોષિતોને સખ્ત સજા થાય તેવી માંગણી કરી છે. મહારાષ્ટ્ર સરકાર આ બનાવ બાબતે તટસ્થ તપાસ કરે અને લોકડાઉનની પરિસ્થિતિ સમયે આખું ગામ ભેગું કેમ થાય તે તપાસનાં પણ આદેશ આપે તેમજ દોષિતોને સત્વરે સખ્ત સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના ઘટીત થયા પછી સમગ્ર સાધુ સમાજ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે.