જૂનાગઢ પોલીસે કેન્સરની બિમારીથી પિડાતી મહિલાને ઘરે દવા પહોંચાડી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જીલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો, લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં રહેતા હાર્દિક જાદવ (મો. ૯૬૬૪૫૩૧૨૫૯) ઉપરથી જાણ કરેલ કે, પોતાની માતાને લીવર કેન્સરની બીમારી હોય, છેલ્લા સ્ટેજમાં છે, જેની દવા રાજકોટથી મંગાવવાની હોય, હાલમાં પોતે રાજકોટ જઈ શકે તેમ ના હોય, મદદ કરવા જાણ કરેલ હતી. જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. દિવ્યરાજસિંહ રાણાને રાજકોટ વોક હાર્ડ હોસ્પિટલ મોકલી, દવા મેળવી, ગોંડલ ચોકડી ખાતેથી આવતા વાહનમાં ડ્રાઈવર સાથે મોકલી, સાબલપુર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ પી.જે.બોદર મારફતે જરૂરી દવા ફોન કરનાર હાર્દિક જાદવને બોલાવી, આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા, હાર્દિક જાદવ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લાનાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જીલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!