જૂનાગઢ પોલીસે એક વ્યકિતને રૂ.પ હજાર, બે જરૂરીયાતમંદને અનાજ કીટ પહોંચાડી

0

જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જૂનાગઢ શહેરના ઢાલ રોડ વિસ્તારમાં રહેતા સુબોધ ચક્રવર્તી (મો.૦૯૪૭૫૦૦૯૩૭૨) કે જેઓ કાપડની ફેરી કરે છે, જેને તાજેતરમાં અનાજની કીટ આપવામાં આવેલ હતી, તેને મોબાઈલ ઉપરથી જાણ કરેલ કે, પોતાની પાસે રૂપિયા ખૂટયા હોઈ, પોતાને જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા ગોવિંદભાઇ પટેલ પાસેથી કાપડની ઉઘરાણીના રૂ.૫,૦૦૦/- મંગાવવાના હોય, હાલમાં પોતાને મંજૂરી મળતી ના હોય, પોતાની પાસે વાહન ના હોય, પોતે જેતપુર જઈ શકે તેમ ના હોય, મદદ કરવા જાણ કરેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ગોવિંદભાઇ લાલજીભાઈ પટેલનો સંપર્ક કરી, ફોન કરનાર સુદીપ ચક્રવર્તિને આપવાના રૂ.૫,૦૦૦/- પોતાના ગામ નજીક આવેલ સાંકળી ધાર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ કે.સી.રાણાને પહોંચાડવા સૂચના કરી, ઉઘરાણીના રૂપિયા મંગાવી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા તથા હે.કો. ઝવેરગીરી મારફતે સુદીપ ચક્રવર્તિને ઘરે જઈને બોલાવી, આપવામાં આવેલ હતા. ઉપરાંત ટ્રાફિક જવાન દ્વારા બે અનાજ કરિયાણાની કીટ પણ જરૂરિયાત હોઈ, આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા, સુદીપ ચક્રવર્તિ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!