શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ઓટોમેટીક ૧૦ સેનેટાઇઝર મશીન મુકાયા

0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા દાતાનાં સહયોગથી શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ઓટોમેટીક સેનેટાઇઝર મશીન મુકી અને સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે અને પોલીસનાં આ નવતર અભીયાનની સરાહના કરાવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢની જનતા તથા લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન તથા ઓફિસોમાં આવતા નાગરિકો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પોતાના હાથ સહેલાઈથી સેનેટાઈઝ કરી શકાય તે માટે કુલ ૧૦ ઓટોમેટિક સેનેટાઈઝ મશીન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી ૧૦ જેટલા મશીન ભેટ આપી, પોલીસ સ્ટેશન તથા ઓફિસમાં આવતા પોલીસ સ્ટાફ અને લોકોને પોતાના હાથ સેનેટાઈઝ કરી શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવી, જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, ભવનાથ, તાલુકા તથા મહિલા પોલીસ સ્ટેશનો તેમજ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ટ્રાફિક શાખા, ડીવાયએસપી કચેરી સહિતના સ્થળોએ આ સેનેટાઇઝર મશીન ફાળવી, જુદા જુદા વિસ્તારમાંથી પોલીસ સ્ટેશનો તથા પોલીસ કચેરીઓમાં આવતા લોકો અને પોલીસ સ્ટાફને પોતાના હાથ સેનેટાઇઝ કરવાની અલગ વ્યવસ્થાના નવતર પ્રયોગ/અભિગમ હાથ ધરવામાં આવેલ છે.  આ કુલ ૧૦ ઓટોમેટિક સેનેટાઇઝર મશીનો સુધીરભાઈ સેજપાલ દ્વારા જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.પી. ગોસાઈ, બી ડિવિઝનના પીઆઇ આર.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.સી. કાનામીયા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. વરિયા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પોલીસને ઓટોમેટિક હેન્ડ સેનેટાઇઝર આપનાર સુધીરભાઈ સેજપાલનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી ૧૦ જેટલા સેનેટાઇઝર મશીનો જૂનાગઢ શહેરના પોલીસ સ્ટેશન તથા કચેરીઓમાં લગાડી, વધુ એક નવતર પ્રયોગ દ્વારા લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!