વેરાવળની વિવાદીત શાળાનું રેકર્ડ અન્ય સરકારી શાળાને સુપ્રત કરવા ગીર સોમનાથ જીલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

0

વેરાવળની વિવાદાસ્પદ એવી કથિત રાજકીય ઓથ ધરાવતી દર્શન માધ્યમીક-ઉચ્ચતર શાળાની માન્યતા ત્રણ માસ અગાઉ રાજ્ય સરકારે રદ કરી દીધી હતી. ત્યારબાદ આ આદેશની અમલવારી કરાવવા અંગે તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર લખી તેનાં ધો.૯ થી ૧૨ સુધીનાં રેકર્ડ અન્ય સરકારી શાળાને ૧૦ દિવસમાં સુપ્રત કરી દેવા અને ધો.૯ થી ૧૨ માં આગામી નવા શૈક્ષણીક વર્ષમાં વિદ્યાર્થીઓને એડમીશન ન આપવા તાકીદ કરતો પત્ર લખી આદેશ કર્યો છે. આ સાથે દર્શન માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં કોઇ વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેવા અને અગાઉ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં પ્રવેશ લઇ લેવો અને તેમાં કોઇ મુશ્કેલી હોય તો શિક્ષણ વિભાગને જાણ કરવા અપીલ કરી છે. આ અંગે ગીર સોમનાથ જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ એક વાતચીતમાં જણાવેલ કે, વેરાવળની દર્શન માધ્યમીક અને ઉચ્ચણતર માધ્યમીક શાળાની માન્યતા રદ કરતો શિક્ષણ વિભાગના નાયબ સચિવએ માર્ચ- ૨૦ માં હુકમ કર્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ ગત વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિભાગના હુકમની અમલવારી કરવા જણાવેલ હતુ. જેથી પરીક્ષાઓ પુર્ણ થઇ ગયેલ અને પરીણામો જાહેર થઇ ગયેલ હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં દર્શન શાળાના સંચાલકોને એક પત્ર પાઠવી દર્શન શાળાનાં ધો.૯ થી ૧૨ સુધીના સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહના તમામ અભ્યાસક્રમના વર્ગોનું રેકર્ડ વેરાવળની અન્ય સરકારી શાળાને સુપ્રત કરવા આદેશ કરાયેલ છે.  આ સાથે દર્શન શાળાએ ધો.૯ થી ૧૨ સુધી કોઇપણ વર્ગમાં આગામી નવા શૈક્ષણીક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે ગત વર્ષ દર્શન શાળામાં ધો.૯ થી ૧૨ સુધીમાં અભ્યાણસ કરતા વિદ્યાર્થીઓએ અન્ય શાળાઓમાં એડમીશન લઇ લેવાનું રહેશે. જેમાં કોઇ વિદ્યાર્થીને કોઇજાતની અગવડતા પડે તો જીલ્લા શિક્ષણાઘિકારી કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!