સારંગ પીપળીમાંથી પિસ્તોલ-કાર્ટીસ સાથે એક શખ્સની અટક

જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે માણાવદરના સારંગપીપળીમાંથી પાદરડીના શખ્સની પિસ્તોલ અને કાર્ટીસ સાથે ધરપકડ કરી છે. ડીઆઇજી મનિન્દર સિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ રાજેશ કનમીયા, પીએસઆઇ ગોહિલ અને બડવાના માર્ગદર્શનમાં ગત રાત્રે સાહિલ શમા વગેરે માણાવદર વિસ્તારમાં હતાં ત્યારે સારંગપીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વંથલીના પાદરડી ગામનો હુસેનઇસ્માઇલ સાંધ રૂ.રપ હજારની કિંમતની પિસ્તોલ તથા તેના બે કાર્ટીસ સાથે મળી આવ્યો હતો. આથી ક્રાઇમ બ્રાંચે હુસેનની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને આ હથિયાર જૂનાગઢનાં ઇકબાલ દાડુભાઇ ગામેતીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!