મેંદરડામાં પેટ્રોલપંપ માલિકનાં દિકરા અને તેમના માણસને છરી બતાવી રૂપિયાની માંગણી કરતાં ફરીયાદ

મેંદરડા ખાતે કૃષ્ણ સોસાયટી સરકારી હોસ્પિટલની પાછળ રહેતાં છગનભાઈ નારણભાઈ સોજીત્રાએ પોલીસમાં આ કામનાં આરોપી રફીક હોથી તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી રફીક હોથી અને એક અજાણ્યા શખ્સે ફરીયાદીનાં પેટ્રોલપંપ ઉપર જઈ ફરીયાદીનાં દિકરા તથા ફરીયાદીનાં પેટ્રોલપંપ ઉપર કામ કરતા માણસને છરીથી ઈજા કરવાની બીક બતાવી બળજબરીથી ખોટી રીતે દબાવી બે લાખ રૂપિયાની માંગણી કરી ગાળો આપી એકબીજાની મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!