અમારો સમાજ પૂજય મોરારીબાપુની સાથે છે અને સાથે જ રહેશે : શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત

0

શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત દ્વારા એક નિવેદન જારી કરી અને આ સમાજનાં વરિષ્ઠ અગ્રણીઓએ તેઓ પૂજય મોરારીબાપુ સાથે જ છે તેવી લાગણી વ્યકત કરી છે. તેમજ અન્ય સમાજને પણ સંયમ પૂર્વક વર્તવા અનુરોધ કરેલ છે. અને પૂજય મોરારીબાપુને એકલા ન ગણતાં તેવી ચિમકી પણ શ્રી ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા આપવામાં આવી છે.
પૂજય શ્રી મોરારીબાપુ ઉપર તાજેતરમાં દ્વારકા ખાતે દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા ગયેલા ત્યારે હુમલાનાં પ્રયાસની જે ઘટના બની હતી તેને વિવિધ સંપ્રદાયો, સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે ત્યારે શ્રી કાઠી ક્ષત્રિય સમાજે પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને શ્રી કાઠી ક્ષત્રિય સમાજ પૂજય મોરારીબાપુ સાથે જ છીએ. તેવી જાહેરાત સાથે પૂ.બાપુની સહિષ્ણુતાને કોઈએ પણ નબળાઈ ગણવી નહીં. તેવું પણ જણાવેલ છે. પૂજયશ્રી મોરારીબાપુ વિષે ઉભા કરવામાં આવેલાં વિવાદમાં શ્રી કાઠી ક્ષત્રિય સમાજે પહેલેથી જ પોતાનું વલણ જાહેર કરેલ છે અને શ્રી કાઠી ક્ષત્રિય સમાજ પૂજય મોરારીબાપુ સાથે જ છીએ તેવી જાહેરાત કરી હતી અને આ સાથે જ જણાવ્યું હતું કે દ્વારકામાં જે ઘટના બની હતી તેને વખોડી કાઢી છે. આ ઘટનાને અટકાવવામાં લવકુભાઈ બદરૂભાઈ વાળાએ અગત્યની ભુમિકા ભજવી છે અને તેનું સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજને ગૌરવ છે. તેમ જણાવી એક જ વ્યકિત ઉપરથી સમજી જવું જાઈએ કે પૂજય બાપુ સાથે સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજ છે અને રહેશે. તેમ જણાવી શ્રી કાઠી ક્ષત્રિય સમાજે દરેક સમાજને વિનંતી કરી છે કે આ સનાતન ધર્મ સંસ્કૃતિને હાની પહોંચાડવાની વૃતિ અને પ્રવૃત્તિથી દુર રહે અને સહુ સયંમ અને માનપૂર્વક વર્તે તેવી વિનંતી કરી છે. તેમજ કાઠી ક્ષત્રિય સમાજનાં વરિષ્ઠ અગ્રણીઓ સર્વશ્રી પ્રતાપભાઈ વરૂ (પ્રમુખ કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત) તેમજ શ્રી સમસ્ત કાઠી સમાજનાં અગ્રણી અને મોભી શ્રી ગુર્જરિયા દરબાર જારૂભાઈ ખુમાણ, દેવકુભાઈ વિકમા (રૂપાવટી), ભરતભાઈ ધાંધલ (નવાસુરજ દેવળ), દાદભાઈ વરૂ (કાતર), પીઠુભાઈ બોરીયા (વડ), ભરતભાઈ વાળા (ચુડા), દાદભાઈ લાલુ (સુરત), હરેશભાઈ ખાચર (ગઢડા), દિલીપભાઈ ખાચર (સુરત), દિલુભાઈ વાળા (ચલાલા), ભુપતભાઈ વાળા (દડવા), ભુપતભાઈ વાળા (માલસીકા), જસકુભાઈ ડાંગર (જૂનાગઢ), ભરતભાઈ વાળા (ભંગડા), રામકુભાઈ ખાચર (કુંડળ), રામભાઈ ધાંધલ (રાજકોટ), રામકુભાઈ ખાચર (રાજકોટ), રાણીંગભાઈ બાબરીયા (મેંદરડા), સાદુળભાઈ ચાંદ્વડ (રડ રામેશ્વર), ડી.ડી.ધાધલ (વડોદરા), મુળુભાઈ ખુમાણ (અમરગઢ), ભરતભાઈ વાળા (બિલખા), જીતુભાઈ ખુમાણ (જૂનાગઢ) સહિતનાં અગ્રણીઓએ દ્વારકા ખાતે બનેલાં બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને સમગ્ર ક્ષત્રિય કાઠી સમાજ પૂજય બાપુ સાથે છે તેવી લાગણી વ્યકત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!