જૂનાગઢ શહેરમાં ગઈકાલે કોરોનાના બે કેસ જે વિસ્તારમાં આવ્યા તે વિસ્તારમાં જૂનાગઢ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યો છે. જેમાં વોર્ડ નં. ૧૧માં આવતા લક્ષ્મીનગરમાં બાલાજી એપાર્ટમેન્ટ-બીનો બીજા માળ જયાં આવેલા ચાર મકાન ૧૦ લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકયા છે. જયારે સોનલ કૃપા મકાનથી બાલાજી-સી અને બાલાજી-એથી જય મકાન સુધી પ૦ મકાન અને તેમાં રહેતા ૯૬ લોકોને બફર ઝોનમાં મુકયા છે. જયારે ટીંબાવાડી રોડ ઉપર સુદામાપાર્ક-૧માં જીતુભાઈ થારાણીનું મકાન અને ૬ લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં અને અભિજીત પુરોહીતનાં મકાનથી સ્વામીનારાયણ સત્સંગ હોલ, હનુમાનજીનાં મંદિરથી ગોવિંદભાઈ ડાભીનાં મકાન સુધીનાં ૧ર મકાન અને ૪૩ લોકોને બફર ઝોનમાં મુકયા છે. આ વિસ્તારમાં મનપાની આરોગ્ય શાખા દ્વારા સેમ્પલીંગ સહીતની કામગીરી શરૂ કરી છે.