અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦.૩૦ શાહી સ્નાન, ૧૧ વાગ્યે શણગાર દર્શન, ૧૧. ૩૦ વાગ્યે જગન્નાથ રથયાત્રા સમિતિના પ્રમુખ મોટા પીરબાવા તનસુખગીરીબાપુ દ્વારા મહા આરતી, ૧૨ કલાકે હાંડી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરાશે. આ વર્ષે કોરોનાની મહામારીમાં લોકડાઉનની પરિસ્થિતિને લઈ દર વર્ષે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ યોજવામાં આવતા શ્રીનાથજીની ઝાંખી તથા અષાઢી બીજના દિવસે મંદિરથી ધામધૂમપૂર્વક યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. તો આ ઉપરાંત રથયાત્રા બાદ રાત્રે ભાવિકો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ મોટા પીરબાવા તનસુખગીરીબાપુના માર્ગદર્શન હેઠળ નિજ મંદિર ખાતે આ વર્ષે લોકડાઉનની પરિસ્થિતિને લઇ જગન્નાથજી રથયાત્રા સમિતિના સભ્યોના નિદર્શન નીચે વિવિધ કાર્યક્રમો યોજાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews