માંગરોળ : ઈજાગ્રસ્ત કાચબાની સારવાર કરાઈ

0

માંગરોળ નજીકનાં શીલબારા દરિયાઈકાંઠા વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત થયેલો દરિયાઈ કાચબો મળતાં તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. સંજીવની નેચર ફાઉન્ડેશન ગૃપનાં પિયુષભાઈ કામડીયા, રાકેશ બારૈયા, ચેતનભાઈ મજેઠીયાને અંદાજે રર થી રપ કિલોગ્રામ વજન ધરાવતો દરીયાઈ કાચબો ઈજાગ્રસ્ત હાલતમાં નજરે પડ્યો હતો. સંભવિત દરિયામાં ફિશિંગ બોટની હડફેટે આવી જતા એક પાંખ સંપૂર્ણ તુટેલી તથા અન્ય પાંખમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાતા આ દરિયાઈ કાચબાને ફોરેસ્ટ વિભાગને સારવાર માટે સોંપવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!