કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશાયી, શ્રમિક પરિવાર બન્યો લાચાર

0


કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયા પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહે છે. હાલમાં વરસાદના કારણે મકાનની ઓસરી ધરાશાયી થઈ ગઈ છે તેમજ ઘર પણ જર્જરીત હાલતમાં છે. અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે રજુઆત કરેલ છે. લાંબો સમય બાદ પણ મકાન મંજુર થયેલ ન હોય અને હાલમાં દેશી મકાનમાં રહે છે તે પણ અડધું ધરાશાયી થયું છે. ત્યારે આવાસ વિહોણા પરિવારને રહેવા માટે મકાન બનાવવા સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!