નાની ગુંદાળી ગામે સામાન્ય બાબતે માર મારી રીક્ષા લઈ નાશી જતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં નાની ગુંદાળી ગામ ખાતે રહેતાં વજીબેન કેશુભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય વસરામ વાઘેલા, વિહલો, સુરેશ ઉર્ફે સુર્યો રમેશભાઈ, માનુબેન વસરામભાઈ વગેરે વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પતિએ પીરવડ ગામેથી પટેલ પાસેથી ડુંગળી વહેંચાતી રાખેલ જેથી આરોપીઓએ જૂનાગઢ મુકામે આવી ફરીયાદી તથા સાહેદોને કહેલ કે તમે કેમ ડુંગળી વેંચાતી રાખી લીધેલ તે મનદુઃખના કારણે આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી ઢીકાપાટુનો મુંઢ માર મારી ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની છકડો રીક્ષા લુંટી લઈ નાશી જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!