જીવન ટકાવવું હોય તો સતત જાગતા રહોની સૂચના વચ્ચે લોકો માનસિક તનાવગ્રસ્ત

0

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના આતંકભર્યા માહોલમાં જે રીતે કેસોનો વધારો થઈ રહયો છે તેને લઈને સમગ્ર દેશ અને વિશ્વના દેશોમાં પણ ચિંતાગ્રસ્ત સ્થિતી છે અને આ સ્થિતી જાન્યુઆરી માસથી સતત જળવાયેલી છે. આ કયાં જઈને અટકશે? તે હજુ કોઈ ચોકકસ ગાઈડલાઈન નથી. આ વાઈરસ એટલો ઝેરી છે કે કયારે કઈ દિશામાંથી પ્રવેશી જાય તેનું કોઈ નકકી નથી. અને જેને કારણે લોકોમાં એવો હાઉ ઉભો થઈ ગયો છે કે, આપણને તો આ ઝેરી વાયરસ સ્પર્શી નહિં જાય ને? અને તેને કારણે લોકો સતત હેન્ડવોશ કરી રહયા છે અને જેને કારણે એક તકે તો હાલત એવી થઈ ગઈ છે કે લોકો સતત માનસિક ડીપ્રેશનમાં લોકો આવી જાય છે તેમજ ફોબીયા જેવી સ્થિતી પણ સર્જાણી છે. લોકો હાથને સતત સેનેટાઈઝ તો કરી રહયા છે પરંતુ દિવસમાં અનેકવાર હાથ-પગ ધોવા અને સ્વચ્છતા ઉપર પણ સતત ધ્યાન કેન્દ્રીત કરવામાં અન્ય મહત્વની બાબતો ભુલાઈ જાય છે. ત્યારે કોરોનાની સાથે સાથે માનસિક ડીપ્રેશન પણ જીવલેણ ઘાતક સાબિત થઈ રહે તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જાે કે, નિષ્ણાંત ડોકટરોના જણાવ્યા અનુસાર સતત ડરમાં રહેતા બાળક અથવા વ્યક્તિને અન્ય દિશા તરફ વાળવા જાેઈએ, એટલે કે તેને અન્ય પ્રવૃત્તિ તરફ વાળી દેવા જાેઈએ. તો જ તેમને પોઝીટીવ થિન્કીંગ આવી શકે અને તેને લઈને બાળક કે વ્યક્તિ સામાન્ય થઈ શકે તેવી સ્થિતી આજે સર્જાણી છે.
સામાન્ય રીતે જાેઈએ તો સ્કુલ, કોલેજ, ફરવા લાયક સ્થળો, ટયુશન સંસ્થાઓ, ધાર્મિક સ્થળો આજે ચાર મહિનાથી બંધ છે અને કોરોનાને લઈને પ્રતિબંધ ચાલતો હોય જેથી લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ છે. સ્કુલમાં જતું બાળક સતત ભણવા જતું નથી, ત્યાં તેના મિત્ર સર્કલને મળી શકે, અભ્યાસ કરી શકે, રમત-ગમતમાં તથા સોશ્યલ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. આવી બધી પ્રવૃત્તિને કારણે બાળક સતત હસ્તુ-રમતું રહેતું હોય છે. આજે બાળક માટે સ્કુલના દરવાજા બંધ થયા છે અને ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે તો આ બાળક એકલો ઘરમાં ને ઘરમાં મોબાઈલ, લેપટોપ અને ઓનલાઈન વચ્ચે ગુંગળાઈ રહયું છે. ત્યારે નિષ્ણાંતોની એવી સલાહ છે કે બાળક માટે થોડો ઘણો સમય વાલીઓએ કાઢવો જાેઈએ અને અન્ય પ્રવૃત્તિ માટે પણ તેને દોરી જવું જાેઈએ. જેથી બાળક સામાન્ય સ્થિતીમાં રહી શકે. કોરોના વાઈરસે આજે એવી પરિસ્થિતીનું નિર્માણ કર્યુ છે કે, અગાઉ કોઈનું મૃત્યુ થતું ત્યારે આ સમયે પાસ, પડોશ કે આસપાસના કે સગા-વ્હાલા મળીને મૃતકની જેવી ચાહના એ રીતે લોકો સ્મશાન યાત્રામાં જાેડાતા અને મૃતકના પરિવારને દિલસોજી આપતા, પરંતુ આજે સમય એવો આવી ગયો છે કે, કોઈનું મૃત્યુ થાય તો ઘરના પાંચથી સાત સભ્યો અને ઘણીવાર તો સાવ નજીકના સ્નેહીઓ પણ તેમની અંતિમક્રિયામાં આવી શકતા નથી. અને ટેલીફોન મોબાઈલ બેસણા સહિતની વિધીઓ ટેલીફોનીક બની ગઈ છે. બીજીતરફ શુભ પ્રસંગોએ જે અઢળક ખર્ચાઓ થતા, લગ્ન સમારંભમાં મોટા જમણવાર સહિતના કાર્યક્રમો થતા હતા તે પણ સદંતર બંધ છે. અત્યારે વર-કન્યા બંને પક્ષના મળીને ૪૦થી પ૦ લોકોને જ મર્યાદિત મંજુરી આપવામાં આવી છે. ર૦ર૦ની સાલ શરૂઆતમાં તેને ટવેન્ટી-ટવેન્ટી વર્ષ તરીકે બહું આવકારવામાં આવ્યું હતું પરંતુ આ ટવેન્ટી-ટવેન્ટીનું વર્ષ ખતરનાક પુરવાર થયું છે. કોરોના વાઈરસની બિમારી કયાં જઈને અટકશે તેનો કોઈ ચોકકસ તારણ નીકળ્યું નથી. અને દિવાળી સુધીના દિવસો કેવા રહેશે તે પણ કંઈ નકકી નથી. આજે પરિસ્થિતી એવી નિર્માણ થઈ છે કે, કોઈ ઉચ્ચ નીચના-નીચના ભેદભાવ રહયા નથી, ગરીબ તવંગરના ભેદભાવ રહયા નથી. આજે સામાન્ય માણસથી લઈ અને ઉદ્યોગપતિ કે મોટો પ્રધાન દરેકની સ્થિતી એક સરખી જ છે. આવી સ્થિતી સતત ને સતત લાંબો સમય ખેંચાઈ રહી છે ત્યારે લોકો માનસિક તણાવનો અનુભવ પણ કરી રહયા છે. અને હવે આ માનસિક તણાવભરી સ્થિતીમાંથી લોકોને છુટકારો અપાવવો હોય તો સામાજીક સંસ્થાઓ કે સેવાકીય મંડળો દ્વારા પણ આગળ આવવું જાેઈએે. તેમજ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોએ પણ આગળ આવીને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સામાજીક ડીસ્ટન્સ જળવાઈ રહે અને તે રીતે લોકોની આરોગ્ય જળવાઈ રહે અને તણાવભરી સ્થિતીમાં ઘટાડો થાય તેવા કાર્યક્રમો યોજવાની પણ જરૂરીયાત આજે વર્તાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!