અમદાવાદની એસજીવીપી શાળાનો દેશની સૌથી સુંદર શાળાઓમાં સમાવેશ

0

તાજેતરમાં નવી દિલ્હી સ્થિત એક પ્રસિધ્ધ ઓનલાઈન બ્લોગ વોટ્‌સએપ દ્વારા શિર્ષક ‘ભારતની ૧૩ સૌથી સુંદર શાળાઓ, અમે ઈચ્છીએ કે ત્યાં ભણ્યા હોત!’ હેઠળ લખાયેલ એક લેખમાં એસજીવીપીના આ ભવ્ય કેમ્પસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તટસ્થ સંસ્થાઓ દ્વારા નેશનલ રેટીંગમાં એસજીવીપી સતત છેલ્લા છ વર્ષથી ભારતની પ્રથમ દશ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રસ્થાપિત થયેલ છે. વિશ્વના આ ટોપ રેટીંગના કારણે વિદેશોમાં વસ્તા ભારતીયો પોતાના બાળકોના શિક્ષણ માટે એસજીવીપીને પ્રથમ પસંદગી આપે છે. સમગ્ર ભારતની પ્રિમીયર શાળાઓમાં જેની ગણના થાય છે તેવા આ બાવન એકરમાં પ્રસરેલા કેમ્પસમાં વિશ્વના રર દેશોના ૧૬૦૦ ઉપરાંત બાળકો સંસ્કારસભર આધુનિક શિક્ષણ મેળવી રહયા છે. એસજીવીપીને બ્રિટીશ કાઉન્સિલ દ્વારા ઈન્ટરનેશનલ સ્કુલ એવોર્ડ પણ મળેલ છે. ન્યુ દિલ્હીથી પ્રસિધ્ધ થતા મેગેઝીન કેરિયરના નેશનલ સર્વેમાં એસજીવીપી પાછલા ૬ વર્ષથી ભારતની રેસીડેન્શીયલ સ્કુલોની કેટેગરીમાં રેટીંગ પ્રાપ્ત કરે છે. એજયુકેશન વર્લ્ડ અને બ્રેઈનફીડ જેવા નેશનલ મેગેઝીનોએ પણ એસજીવીપીને રાષ્ટ્રીય પુરસ્કાર આપેલા છે. એક પ્રસિધ્ધ યુટયુબ ચેનલ ટોપ-૧૦ બકેટ દ્વારા પ્રસિધ્ધ થયેલ વિડીયો ટોપ-૧૦ સ્કુલ ઓફ ગુજરાતમાં એસજીવીપીને પ્રથમ રેન્ક અપાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!