હાલ ચોમાસાની સીઝન ચાલું થઈ ગઈ છે ત્યારે ડાયેટીશીયન પૂજા કગથરાએ આહાર વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, વરસાદમાં ગરમા-ગરમ ચા, ભજીયા અને પકોડા એક બીજાનાં પુરક છે. ત્યારે વર્ષામાં તેની મોજ અચુક લેવી જાેઈએ. તેમજ શરીર માટે દરેક પ્રકારનાં ખોરાક યોગ્ય પ્રમાણમાં જરૂરી છે. ખોરાક લેતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતોમાં તેલ કેવું વપરાયું છે, ખોરાકની કેલેરી, ફેટ, કાર્બોહાઈડ્રેડ વગેરેનું પ્રમાણ જાેવું જાેઈએ. તેમજ વર્ષાઋતુમાં પાંદળાવાળી ભાજીનો ઉપયોગ ટાળવો જાેઈએ. ગ્રીન જયુસ, સલાડ કે જેમાં પાંદળાવાળી ભાજીનો ઉપયોગ થતો હોય તે હિતાવહ નથી. તેમજ ચોમાસામાં કારેલા, દુધી ઉપરાંત કઠોળ દાળ વધુ પ્રમાણમાં લેવા જાેઈએ. ભારતમાં ૧પ થી વધુ કઠોળ ઉપલબ્ધ છે. ત્યારે અલગ અલગ કઠોળને ખોરાકમાં સ્થાન આપવું જાેઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews