જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી ૧૭ હજારનાં મુદ્દામાલની લુંટ કરી નાશી જતાં બે શખ્સો સામે ફરીયાદ

0

જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી અને તેની પાસેથી પૈસાની માંગણી કરી અને રોકડ તેમજ મોબાઈલ સહિતનાં મુદ્દામાલની લુંટ કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં બસ સ્ટેન્ડ પાસે રામકૃષ્ણનગર બ્લોક નં.૧૦ ખાતે રહેતાં મયુરભાઈ કિશોરભાઈ છતવાણીએ પોલીસમાં આ કામનાં આરોપી સલમાન ઉર્ફે ગભરૂ હાલા તથા એઝાઝ અબુભાઈ ગરાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે આ કામનાં ફરીયાદી મયુરભાઈની ભવનાથ પોલીસ સ્ટેશનનાં ગુનાનાં કામે અટક કરવામાં આવેલ હતી અને ફરીયાદી મયુરભાઈને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ તે વખતે આ કામનાં આરોપી સલમાન ઉર્ફે ગભરૂ હાલા તેનાં સપ્લેન્ડર મોટરસાયકલ ઉપર આરોપી એઝાઝ અબુભાઈ ગરાણાને સાથે લઈ ભવનાથ પોલીસ સ્ટેશનથી ફરીયાદીને મોટરસાયકલમાં બેસાડી તેના ઘરે મુકવા જવા માટે નિકળેલ અને રસ્તામાં દામોદરકુંડ પાસે રોડ ઉપર પહોંચતા આરોપી સલમાન ઉર્ફે ગભરૂ હાલાએ ફરીયાદી પાસે રૂા.૧૦ હજારની માંગણી કરી ગાળો આપી ફરીયાદીને તેના ઘરે લઈ જવાના બદલે ફરીયાદીનું અપહરણ કરી ઘાંચી પટમાં નવા બનતા ડુપ્લેક્ષ પાસે લઈ જઈ આરોપી સલમાન ઉર્ફે ગભરૂ હાલાએ ફરીયાદી પાસેથી રૂપિયા ૧૦ હજાર કઢાવી લેવા માટેની માંગણી કરી છરી બતાવતા આરોપી એઝાઝ અબુભાઈ ગરાણાએ ફરીયાદીને પકડી રાખતા આરોપી સલમાન ઉર્ફે ગભરૂ હાલાએ છરીનો એક ઘા ફરીયાદીને ડાબા હાથનાં કાંડા ઉપર તથા એક ઘા કમરમાં ડાબી બાજુનાં ભાગે મારી ઈજાઓ પહોંચાડી ફરીયાદીનાં પાકીટમાંથી રોકડ રૂા.ર હજાર તથા આઈફોન-૬ સીલ્વર કલરનો રૂા.૧પ હજાર મળી કુલ રૂા.૧૭ હજારનાં મુદ્દામાલની લુંટ કરી એકબીજાને મદદગારી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!