ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લાા બારેક દિવસમાં નોંધપાત્ર રીતે વધેલા કોરોનાના કેસોની સંખ્યાને ઘ્યાને લઇ વહીવટી તંત્રે કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે આયોજન હાથ ધર્યુ છે. જેમાં આગામી દસેક દિવસની અંદર ગીર સોમનાથ જીલ્લાના ત્રણ શહેરોમાં ૩૦-૩૦ બેડની ત્રણ નવી સ્પેશ્યલ કોવીડ-૧૯ હોસ્પીટલો કાર્યરત કરી દેવાશે. આ ઉપરાંત છએય તાલુકા કક્ષાએ કોવીડ કેર સેન્ટેરો કાર્યરત કરી ૨૦૦ જેટલા બેડો વધારી દેવા જેવા તાબડતોડ પગલા લેવાનું શરૂ કર્યુ છે. ગીર સોમનાથ જીલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોરોનાની કામગીરીમાં જોડાયેલા આરોગ્ય, નગરપાલીકા સહિતના સંબંધિત વિભાગોના તમામ અધિકારીઓ સાથે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે બેઠક યોજી હતી. જેમાં છેલ્લા બારેક દિવસ દરમ્યાન જીલ્લામાં સામે આવેલા ૧૫૦ જેટલા કોરોનાના કેસોના થયેલ નોંધપાત્ર ઉછાળાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે આગામી દિવસોમાં કોરોનાના કેસો વધે તો દર્દીઓને જે તે તાલુકાકક્ષાએ જ જરૂરી સારવાર કઇ રીતે આપી શકાય તે અંગે ચર્ચાઓ કરી આયોજનબધ્ધ રણનીતી નકકી કરી નિર્ણયો લેવામાં આવેલ હતા. આ અંતર્ગત કરવાની થતી કામગીરીની જે તે સંલગ્ન વિભાગના અધિકારીઓને સુચના પણ આપી દેવામાં આવી હતી. જીલ્લાના વેરાવળમાં બિરલા રેયોન કંપની, કોડીનારમાં અંબુજા કંપની અને ઉનામાં યુ.એન. મહેતા હોસ્પી ટલ ટ્રસ્ટ તંત્ર સાથે ૩૦ બેડની સુવિધાવાળી સ્પેશ્યલ કોવીડ -૧૯ ની ત્રણ હોસ્પીટલો અલગ સ્થળે ઉભી કરી આગામી દસ દિવસની અંદર કાર્યરત કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. આ ઉપરાંત લોકડાઉન સમયે જીલ્લાના છ તાલુકા મથકોએ કાર્યરત કરાયેલ કોરોન્ટાઇન સેન્ટરોને કોવિડ કેર સેન્ટરોમાં તબદીલ કરવામાં આવશે અને પ્રત્યેક કેર સેન્ટરમાં ૩૦ થી ૪૦ બેડની સુવિધા ઉભી કરાશે. આમ, આ બંને કામો થકી આગામી દસેક દિવસમાં જીલ્લામાં કોરોનાના દર્દીઓ માટે નવા ૩૦૦ બેડની સુવિધા ઉભી કરવા તંત્રએ નિર્ધાર કર્યો છે. હાલ જીલ્લામાં ગામે ગામ ઘરો સુધી જઇ આરોગ્યલક્ષી કામગીરી કરતા ૨૩ ધનવંતરીના રથો કાર્યરત છે જેમાં વધુ ૧૭ રથોનો ઉમેરી કાર્યરત કરી દેવાશે. આ માટે જરૂરી આરોગ્ય સ્ટાફની પણ સત્વરે ભરતી કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews