આજે સોમવતી અમાસ દિવાસાની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢ વદ અમાસ એટલે કે સોમવતી અમાસની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઈ રહી છે. આ દિવસને માં એવરત-જીવરતનાં વ્રત એટલે કે દિવાસો પણ કહેવામાં આવે છે. દિવાસાનાં દિવસે આજે ગૃહિણીઓ દ્વારા જાગરણ કરવામાં આવે છે અને માં એવરત-જીવરતનું વ્રત કરી પોતાનાં પરિવારની રક્ષાની કામના કરવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાસાની મંદિરોમાં પૂજા કરી રાત્રી જાગરણ કરી ઉજવણી કરવામાં આવી છે. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ માસનાં તહેવારો બાદ અધિક શ્રાવણ માસ આવશે અને તેમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!