જૂનાગઢ : માસ્ક નહીં પહેરવા બદલ ૧ર૩ર લોકોને રૂા.ર.૪૬ લાખનો દંડ ફટકારાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, જેવા જૂનાગઢ શહેર વિસ્તારમાં તેમજ વિસાવદર, મેંદરડા, બીલખા, ભેસાણ, જેવા ટાઉનમાં પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર ચેકીંગ ચાલુ કરી, ખાસ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તાર તથા વિસાવદર, મેંદરડા, જેવા ટાઉન વિસ્તારમાં પી.આઈ., પીએસઆઈ સહિતના પૂરા સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી, ચેકીંગ હાથ ધરી, ખાસ પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર તપાસણી કરી, વેપારીને ખાસ માસ્ક વગર તથા ત્યાં આવતા ગ્રાહકોને પણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન આશરે ૫૦ જેટલા વેપારીઓ અને ત્યાં આવેલા આશરે ૨૫૦ જેટલા ગ્રાહકોને માસ્ક વગર પકડી પાડી દંડ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહી દરમ્યાન એ ડિવિઝન પીઆમ્‌ જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પીઆઈ આર.બી. સોલંકી, વિસાવદર પીઆઈ એન.આર.પટેલ, ભેસાણ પીએસઆઇ આર.એ.જાડેજા, મેંદરડા પીએસઆઈ એ.બી.દેસાઈ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા ખાસ કાર્યવાહી કરી, પાન બીડીની દુકાનો તથા ચા પાણીની કેબીનો ઉપર વેપારીઓને દંડ કરવામાં આવેલ છે. સાથે સાથે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તમામ વેપારીઓની દુકાને જઈ, વેપારીઓને પોતાના ગ્રાહકોને માત્ર પાર્સલ જ આપવા, માવા પાન ખાઈને જાહેરમાં થુંકે નહીં તેવું જણાવવા, માસ્ક પહેરીને જ વેપાર કરવા ઉપરાંત માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને પાન, બીડી, ચા નહીં આપવા સુચનાઓ કરી, જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન બે દિવસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા માસ્ક નહીં પહેરવા બદલ કુલ ૧૨૩૨ વ્યક્તિઓને કુલ રૂા. ૨,૪૬,૪૦૦નો દંડ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!