Monday, January 18

ગુજરાતનાં રૂપાણી સરકારનાં મંત્રી મંડળમાં તોળાતાં ધરખમ ફેરફારો

ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થયા બાદ છેલ્લાં ૧ વર્ષ કે વધારે સમયથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં માળખામાં નવી નિમણુંક થઈ શકી નથી અને આખરે તમામ અટકળ અને આતુરતાનો અંત આવ્યા બાદ મહારાષ્ટ્રમાં જન્મેલાં નવસારીનાં સાંસદ સી.આર.પાટીલને ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ તરીકે નિમવામાં આવતાં તેમને વ્યાપક આવકાર અપાયો છે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપનાં નવનિયુકત પ્રમુખ તરીકે કાર્યરત બનેલાં સી.આર.પટેલની નિમણુંકની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનનાં માળખામાં જે નવી વેવ (માર્ગ) ખુલ્લો કરવામાં આવેલ છે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. તો બીજી તરફ આગામી દિવસોમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં મંત્રીમંડળને પણ વિસ્તૃત કરવામાં આવે તેવા અણસાર બહાર આવ્યાં છે. આધારભૂત રીતે મળતી માહિતી અનુસાર નજીકનાં સમયમાં જ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરફારો થઈ શકે તેમ છે. તેવું જાણકાર સુત્રો જણાવી રહેલ છે. એટલું જ નહીં એક એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે કદાચ સીએમનો બદલાવ પણ થાય અને આ અંગેની બેઠકોનો દૌર પણ ખાનગી રાહે શરૂ થયો હોવાનું પણ મનાઈ છે. જે હોય તે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રખમ સમર્થક રહેતા અને તેમનો પડીયો બોલ ઝીલનારા સી.આર.પાટીલને પક્ષપ્રમુખ બનાવતાની સાથે નવા સમીકરણનો ઉદય થયો છે. આ નવા સમીકરણ અનુસાર ૧૪ વર્ષ બાદ ભાજપમાં સતા અથવા સંગઠન બંનેનું સુકાન પાટીદારને આપવામાં આવેલ નથી. ગુજરાતમાં જાતિગત પરીબળોને અવગણીને નેતા નક્કી કરવાનો નવો પ્રયોગ હવે શરૂ કરવામાં આવેલ છે. નવાં પ્રમુખ એવા સી.આર. પાટીલને સપ્ટેમ્બરનાં પ્રથમ પખવાડીયામાં જ ગુજરાતમાં ૮ બેઠકો માટે વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે આ પેટાચુંટણીમાં તેમની કસોટી થવાની છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત શહેરી વિસ્તારોમાં લોકોનાં રોષને ઠંડો પાડીને મતમાં પરિવર્તીત કરવાની જવાબદારી પણ સી.આર.પાટીલનાં શીરે આવી પડી છે. અત્યાર સુધીમાં મહત્વનાં સ્થાન ઉપર જ્યારે નિમણુંક થતી હોય છે કોઈ પદાધિકારીની ત્યારે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આગામી વિધાનસભાની ૮ બેઠકોની પેટાચુંટણી હાલનાં સંજાેગોમાં ગુજરાતમાં અને દેશભરમાં કોરોનાનું સંક્રમણ છે તેની સામે લોકો મહામારીમાં ફસાયા છે. તેમજ પંચાયતો, મહાનગરપાલીકાઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, ગ્રામ્ય પંચાયતોની ચુંટણી ગાજે છે. બીજી તરફ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ પેટ્રોલ-ડિઝલ સહિતનાં વધતાં-જતાં ભાવો એટલું જ નહીં ગેસનાં સિલિન્ડરમાં પણ સબસીડી દુર કરવામાં આવી છે ત્યારે અનેક પ્રશ્નો આજે મુંઝવી રહ્યાં છે. તેવા સંજાેગોમાં ભારતીય જનતા પાર્ટીનાં નવનિયુકત પ્રમુખની જવાબદારી વિશેષ બની રહેશે. વિધાનસભાની ૮ પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિજયી બને તે માટેનો કરિશ્મા પણ તેઓએ દર્શાવવો પડશે. આ સાથે જ તેઓનું કર્મનું તેજ વધુને વધુ પ્રસરાવવું પડે તેવા નિર્દેશો મળી રહ્યાં છે અનેક અટકળો આજે ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે આગામી સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ તરીકે સી.આર.પટેલની જે નિમણુંક કરી છે. તે કેવી કામયાબ નિવડે છે. તેનાં ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!