ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હાર્દિક પટેલ અને ભાજપનાં સી.આર.પાટીલની તાકાતનાં થશે પારખાં

0

દેશનાં મહત્વનાં રાજકીય પાર્ટીઓમાં આજે ધમાસણ ચાલી રહ્યું છે. મુખ્ય સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી તેમજ તેનાં વિરોધપક્ષની ભૂમિકામાં આવેલાં કોંગ્રેસ પક્ષનાં નવા પદાધિકારીઓની ભૂમિકા આગામી દિવસોમાં અત્યંત મહત્વની બની જવાની છે અને આગામી દિવસોમાં જ ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો ઉદય પામે તેવી શક્યતા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ હાર્દિક પટેલની નિમણુંક કરવામાં આવી છે. હાર્દિક પટેલને આજથી ૧૦ વર્ષ પહેલાં કોઈ ઓળખતું નહતું. પરંતુ અનામત આંદોલન ગજાવનારા હાર્દિક પટેલ રાતોરાત હિરો બની ગયેલ છે. એટલું જ નહીં ગત તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ હાર્દિક પટેલનાં અનામત આંદોલનને કારણે ઘરભેગું થવું પડ્યું છે. આમ એક નાનકડો એવો છોકરો થોડા દિવસોમાં જ એક જ્ઞાતિનાં એક સમાજનો નેતા બની ગયો તે કોઈ નાનીસુની ઘટના નથી. ૧૦ વર્ષની સામાજીક અને રાજકીય કારર્કિદીનાં પરિણામે આજે હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં માળખામાં આશ્ચર્યજનક રીતે કાર્યકારી પ્રમુખ બની ગયેલ છે. તેની સામે પણ અનેક પડકારો છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી બહુ સારી નથી. દેશમાં પણ કોંગ્રેસનાં વળતાં પાણી છે. તેવા સંજાેગોમાં રાજકારણમાં ખાસ પ્રભુત્વ ગણાતી પાટીદાર સમાજની જ્ઞાતિમાંથી યુવા આગેવાન હાર્દિક પટેલ આવે છે અને એક આ સમાજને પોતાનાં પક્ષ સાથે જાેડવાની કામગીરીનાં ભાગરૂપે હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું છે. અનામત આંદોલન વખતે ગામે-ગામ જે રીતે આંદોલનકારી કાર્યકતાઓનો સાથ તેને લીધો છે તેવી જ કાબેલીયત તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં માળખામાં પણ બતાવવી પડશે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી રાજકારણમાં સારૂં એવું વજન ધરાવનારા અને ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાયે જેમને સભ્યપદ અપાવ્યું હતું તેવા સી.આર.પાટીલ આજે ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ બની ગયાં છે. તેઓની લાંબી રાજકીય કારકિર્દી, કુનેહ, આવડત અને અનુભવને લઈને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબુત બને અને તેમનાં માર્ગદર્શન હેઠળ સંગઠનનાં માળખામાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા રહેલી છે.કોંગ્રેસ અને ભાજપનાં નવનિયુકત પદાધિકારીઓની એક બાબત ઉડીને આંખે વળગે તેવી છે. નિમણુંક થયા બાદ હાર્દિક પટેલ ધાર્મિક સ્થળોનાં દર્શને પૂજન-અર્ચન માટે ગયેલાં છે અને આર્શિવાદ પ્રાપ્ત કરેલ છે. જ્યારે ભાજપનાં નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલે પણ ધાર્મિક સ્થળોનો પ્રવાસ ખેડ્યો અને આર્શિવાદ મેળવ્યા છે. આમ ધાર્મિક દેવદર્શન બાદ આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીનાં નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલ પોત-પોતાનાં પક્ષને કેટલી હદે મજબુત કરી શકે છે. માળખામાં કેવી રીતે ફેરફાર કરે છે અને આવનારા દિવસોમાં રાજકીય પલ્લું કઈ રીતે ભારે કરી શકે છે તે ઉપર સંબંધિતોની મીંટ રહેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!