જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧ર કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો વધારો યથાવત રહેલ હોય તેમ શ્રાવણ માસના પ્રથમ દિવસે વધુ ૧ર કેસ નોંધાયા છે. જયારે રર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કોરોનાના હાલ ૧ર૩ કેસ એકટીવ છે. જૂનાગઢ જિલ્લાના પાંચ તાલુકા માળીયાહાટીના, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વિસાવદરમાં કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ નોંધાયો નથી. ગઈકાલે સાંજના ૪ વાગ્યા સુધીમાં નોંધાયેલા કોરોનાના ૧ર કેસમાં જૂનાગઢ સીટી-પ, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૧, ભેસાણ-ર, માળીયા, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વિસાવદરમાં એક પણ કેસ નોંધાયેલ નથી જયારે વંથલીમાં ૩ કેસ નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!