Sunday, January 24

જુસબ અલ્લારખા ગેંગના સાગરીતો દ્વારા ખંડણી તથા લુંટ કરવાનાં ઈરાદે ફાયરીંગનાં આરોપીને ઝડપી લેતી જૂૂનાગઢ જીલ્લા પોલીસ

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે આવેલ ક્રિષ્ના સ્ટોન ક્રસર ભરડીયા ચાલુ રાખવા બાબતે જુસબ અલ્લારખા ગેંગનાં માણસો અવારનવાર પૈસાની માંગણી કરતાં હોય અને ફરીયાદી તાબે ન થતાં પોલા ઈસા, ખુરી ઈસા, ભીખો ગામેતી, અનીસ ગામેતી (રહે.ઝાંપોદડ)વાળાએ તમંચા તથા જામગરી જેવાં જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદીનાં ભરડીયાએ આવી આડેધડ ફાયરીંગ કરતાં ફરીયાદી તથા બે સાહેદોને ઈજા કરી અને નાસી ગયાનો બનાવ બનવા પામેલ હતો. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંઘ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા તમામ આરોપીને તાત્કાલિક ઝડપી લેવાની અપાયેલી સુચનાને પગલે એસઓજીનાં પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ.ભાટી, ક્રાઈમ બ્રાંચનાં આર.કે.ગોહિલ તથા એસઓજીનાં પીએસઆઈ જે.એમ.વાળા તથા વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એન.બી.ચૌહાણ તેમજ એસઓજી અને ક્રાઈમ બ્રાંચ તથા વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફની ત્રણ અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક સ્થળની વિઝીટ લઈ ફરીયાદીને મળી અને બનાવને અંજામ આપનાર આરોપી વિષે વિસ્તૃત માહિતી મેળવી અને ખાનગી રાહે તપાસ કરતાં આ બનાવને અંજામ આપનાર શખ્સો સોનારડી નજીક બોદુ પલેજા ગામેતીની વાડીએ હોવાની બાતમી મળતાં ત્રણે ટીમો બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં આ શખ્સો બાવળની કાંટમાં બેઠેલા હોય જે દુરથી પોલીસને જાેઈ જતાં નાસવા લાગેલ જેથી ક્રાઈમ બ્રાંચ તથા એસઓજી દ્વારા ર.પ કિલોમીટર દોડીને પીછો કર્યો હતો અને આગળ ભાગતાં એક વાડીમાંથી પસાર થતાં ખેતરમાં પડેલ બે મોટરસાયકલ લઈને નાશી જવામાં સફળ રહ્યાં હતાં. બાદ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમ્યાન પોલીસની ટીમોને એવી માહિતી મળી કે આ શખ્સો મહોબતપરા ખડપીપળી ગામનાં વચ્ચે આવેલ ત્રિકોણ રસ્તા ઉપર મોટરસાયકલ લઈને ઉભા હોય જે બાતમીનાં આધારે ખાનગી વાહન લઈને પોલીસ ઉપરોકત જગ્યાએ પહોંચી હતી જેને જાેઈને ફરીવાર આરોપીઓ મોટરસાયકલ લઈને ભાગતાં તેનો પીછો કરી અને મોટરસાયકલ આગળ વાહન આડું નાંખી રોકતા બંને શખ્સો મોટરસાયકલ મુકી ભાગતા પીછો કરી અને આ બંને શખ્સોને આખરે પોલીસે ઝડપી લીધા હતા આ બનાવ અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૬, ૧ર૦ બી, ૩૮૪, પ૧૧ તથા આમ્સ એકટ રપ(૧)બી, એ મુજબ ગુનો દાખલ થયેલ છે તેમજ બાઈક લુંટીને જતાં રહેલા બંને આરોપી વિરૂધ્ધ વંથલી પોલીસમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસે ઝડપી લીધેલા બે આરોપીઓમાં રફીક ઉર્ફે ખુરી ઈશાભાઈ સાંધ ગામેતી (ઉ.વ.ર૬, રહે.ઝાંપોદડ) તથા ઈમરાન ઉર્ફે ભીખો હબીબભાઈ સાંધ ગામેતી (ઉ.વ.ર૩,રહે.ઝાંપોદડ)વાળાને ઝડપી લેવામાં આવેલ છે. તાલાલા, વંથલી પોલીસ સ્ટેશનમાં આ બંને શખ્સોનાં નામે વિવિધ ગુનાઓ નોંધાયેલાં છે. જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહિલ, એસઓજીનાં પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ.ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા તથા વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.બી.ચૌહાણ તેમજ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.એન.બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, જીતેશ મારૂ, નિકુલ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ જીવાભાઈ, દિનેશ જગમાલભાઈ, દિવ્યેશકુમાર ડાભી, ભરત સોલંકી તથા એસઓજીનાં હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ મેરખીભાઈ, મહેન્દ્રભાઈ વાલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મજીદખાન હુસેનખાન, મહેન્દ્રભાઈ દાનાભાઈ, અનિરૂધ્ધસિંહ ચાપરાજસિંહ, રવીભાઈ પ્રતાપભાઈ, રવિરાજસિંહ વલકુભાઈ તથા વંથલી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ પી.જે.વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ લીલાભાઈ, જનકસિંહ નાજાભાઈ, અતુલભાઈ દાનાભાઈ, સોમાતસિંહ ભીખાભાઈ વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!