કોરોના જાય ભાડમાં, રહીશ હું મારી મસ્તીમાં

0

કોરોના મહામારીથી જીવ બચાવવા વિશ્વ અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે કાળા માથાનો માનવી કોરોના સામે લડવા યોદ્ધાની જેમ લડી રહ્યો છે. સરકાર અને પ્રશાસન પણ ુર્ર ની ગાઈડ લાઈન મુજબ લોકોના જીવ બચાવવા કામે લાગ્યું છે ત્યારે જૂનાગઢ શહેરના જાહેર માર્ગ ઉપર એક લાચાર ભિક્ષુક ટ્રાફિક પોઇન્ટ ઉપર મીઠી નિંદ્રા માણી રહેલો નજરે પડ્યો હતો. જૂનાગઢ શહેરના ચિતાખાના ચોકના ટ્રાફિક પોઈન્ટના ઓટલા ઉપર નથી મોઢા ઉપર માસ્ક કે નથી જીહૈંટ્ઠઅદ્ઘટ્ઠિ આરામ થી ઊંઘી રહેલો આ લાચાર, બેબસ માણસ નીચે ધરતી ઉપર આભ વચ્ચે ઊંઘી રહ્યો છે. લોકોની સતત અવરજવર, વાહનોનો ઘોંઘાટ હોવા છતાં પણ આરામથી સૂતો છે. ત્યારે સવાલ એ થાય છે કે કોરોના સામે લડી રહેલા લોકો અને તંત્ર પાસે કેર્ર પાસે કોઈ ગાઈડ લાઈન હશે કે શું કોરોના સમજુ અને ભણેલા ગણેલા માણસ માટે જ છે ? જેનું કોઈ નથી તેને કોરોના વાયરસ કદાચ ટચ નહિ કરતો તેવું આ તસ્વીર જોતા લાગે છે અને સાથે જ એક કહેવત યાદ આવી ‘જેને રામ રાખે તેને કોરોના શું કરી શકે’ ‘કોરોના જાય ભાડ માં હું મારી મસ્તી માં, નહિ માસ્ક કે સેનીટાયઝર’

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!