દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો અનેરો મહિમા ગણાતાં પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલથી શુભારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન હરિભક્તો અને શ્રધ્ધાળુઓને સિધ્ધેશ્વર મહાદેવ અને મંદિરમાં પધરાવેલાં દેવોનાં દર્શનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ગોઠવવામાં આવી છે અને જેનો દર્શનાર્થીઓએ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લાભ લેવા અને સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના સાથે આપણે સૌ ભગવાન શિવજીનાં દર્શન કરીએ તેવો અનુરોધ સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ નવાગઢવાળાએ અનુરોધ કરેલ છે. કોરોના મહામારીનાં સમયમાં ખુબ જ સાવચેતી અને તકેદારીનાં પગલાં સર્વત્ર લેવાઈ રહ્યાં છે. મંદિરો અને ધાર્મિક સ્થળોમાં પણ જુદી-જુદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલાં સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો અને શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વામિનારાયણ સુર્વણ મુખ્યમંદિરનાં કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ નવાગઢવાળાએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલાં પ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડરાયજી મહારાજ, ત્રિકમરાયજી મહારાજ, ધનશ્યામ મહારાજ, ભગવાન ગણેશજી, ભગવાન હનુમાનજી સહિતનાં દેવોનો સ્વામી મંદિર જવાહર રોડ મોટા મંદિર ખાતે જ્યાં વાસ છે અને શ્રધ્ધાળુઓની આસ્થા જ્યાં રહેલી છે. તેવા આ ધર્મસ્થાન ઉપર શ્રધ્ધાળુઓ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જણાવેલ છે કે દેવોનાં દેવ મહાદેવ એવા ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણમાસનાં પવિત્ર મહિનામાં ભગવાન શિવજીનાં દર્શન, પ્રાર્થના, પૂજન સહિતનાં કાર્યક્રમો યોજવા જાેઈએ અને ભગવાન શિવજી આગળ સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના કરવામાં આવી રહી છે. ગઈકાલથી જ્યારે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે પણ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકે તે માટે સવારનાં ૮ થી ૧૦ અને સાંજના ૪ થી ૬ દર્શન માટે મંદિર ખુલ્લા રાખવામાં આવેલ છે. કોરોનાનાં સંક્રમણકાળને અટકાવવા અને તકેદારીનાં રૂપે અહીં આવનારા શ્રધ્ધાળુઓ માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે દરેક ભક્તોએ સેનેટાઈઝ થવું, માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવી રાખવું તેવો અનુરોધ શાસ્ત્રીય સ્વામી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે કરેલ છે. શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિનાં ચેરમેન કોઠારી સ્વામી શ્રી દેવ નંદન દાસજી મહારાજ અને સર્વે ટ્રસ્ટી મંડળનાં ચેરમેન, સભ્યોનાં માર્ગદર્શન હેઠળ દર્શન માટે આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમ શ્રી કોઠારી સ્વામીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews