સુત્રાપાડાનાં કોરોના વોરીયર્સ કર્મચારીઓની સંનિષ્ઠ કામગીરીને લઇ માંધાતા ગ્રુપે સન્માન કર્યુ

0

કોરોના મહામારીમાં છેલ્લા ચાર માસથી ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ, વહીવટી, આરોગ્ય સહિતના વિભાગોનાં કર્મચારીઓનું ગીર સોમનાથ માંધાતા ગ્રુપ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ સાંસદ સહિતનાની હાજરીમાં કરાયો હતો.ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં કોરાના મહામારીમાં જીવના જોખમે રાત-દિવસ લોકોની સુરક્ષા માટે ફરજ બજાવતા આરોગ્યા, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓનું સુત્રાપાડા ખાતે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે યોજાયેલા એક સાદગીભર્યા કાર્યક્રમમાં સન્માન કરાયુ હતું. જેમાં સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્તે સુત્રાપાડા પાલીકાના ચીફઓફિસર દેવીબેન ચાવડા, પાલીકાના પ્રમુખ દિલીપસિંહ બારડ, પીએસઆઇ હેરમા, મામલતદાર અજય ઝાંપડા, આરોગ્યના ડો.દાસ, ડો.કરગઠીયા, ડો.મનુભાઈ કામળીયા, પાલીકાના રાજુ પંડ્યા, ભરત કામળીયા, અરજણ મોરી, રમેશ વડાગર સહિતના કોરોના વોરીયર્સની ફરજ બજાવેલ કર્મચારીઓનું સન્માન કરાયેલ હતું. આ કાર્યક્રમ માંધાતા ગ્રુપના ડો. રામભાઇ ચૌહાણ સહિતનાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો. જેમાં સુત્રાપાડા કોળી સમાજના નથુભાઈ કામળીયા, મસરીભાઈ મેર, મેરૂભાઈ મેર, જેસીંગભાઈ કામળીયા, રાણાભાઈ કામળીયા સહિતના આગેવાનો હાજર રહયા હતા. આ તકે ગીર સોમનાથ માંધાતા ગ્રુપનું કાર્યાલય ખુલ્લું મુકવામાં આવેલ હતું. જેમાં એજ્યુકેશન લોન, સ્પાર્ધાત્મક પરીક્ષાઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે મદદરૂપ બની રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!