સર્વેને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ તથા ન્યાયાધીશશ્રીઓ દ્વારા જીલ્લા અદાલતોને નિર્દેશ આપવામાં આવેલ છે કે તા.૪-૮-ર૦ર૦થી કોર્ટ સંકુલનાં પ્રવેશ દ્વાર નજીક અલાયદી વ્યવસ્થા કરીને નવા કેસો ભોૈતિક સ્વરૂપે એટલે કે હાર્ડ કોપીમાં સ્વીકારી કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ વિરૂધ્ધની બધી સાવચેતીઓ સાથે દાખલ કરવા અને ફકત નિર્દિષ્ટ પ્રકારનાં કેસો જે વિડીયો કોન્ફરન્સથી ચલાવી શકાતા હોય તે જે કેસોની કાર્યવાહી ચલાવવી. આ બાબતની વિસ્તૃત સૂચનાઓ આ સાથે સામેલ તા.ર૭-૭-ર૦ર૦નાં પરિપત્રમાં આપેલ છે. વધુમાં આ પરિપત્રમાં એવા સ્પષ્ટ નિર્દેષ આપવામાં આવેલ છે કે કોર્ટ કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી જ ચલાવવાની રહેશે. કોર્ટ કાર્યવાહીને ભોૈતિક સ્વરૂપે કે વકીલો તેમજ પક્ષકારોની ભોૈતિક હાજરીમાં શરૂ કરવાનાં કોઈ નિર્દેશ આપેલ નથી, એવું સ્પષ્ટીકરણ પણ આ પરિપત્રમાં કરાયેલ છે તેમ રજીસ્ટ્રાર જનરલ હાઈકોર્ટની યાદીમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews