શીલ અને સામરડામાં પોલીસનો જુગાર દરોડો : જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

0

માંગરોળના સામરડા અને શીલ ગામે પોલીસે જુગાર દરોડો પાડી જુગાર રમતા ૧૪ લોકોને ઝડપી લઈ આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોલીસે સામરડા ગામે દરોડો પાડી પ્રવિણભાઈ નરશીભાઈ વાઢેરના કબ્જાના મકાનમાં જુગાર દરોડો પાડી જુગર રમી, રમાડી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા રેડ દરમ્યાન ૮ શખ્સોને રૂા. ૧ર,૩૦૦ના રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા અંતર્ગત પોલીસ હેડ કોન્સ. જે.ડી. સીસોદીયાએ કાર્યવાહી હાથ ધરેલ છે. તેવી જ રીતે પોલીસે પાડેલા અન્ય એક જુગાર દરોડોમાં શીલ ગામે ગઢીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૭,૧૦૦ના રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસ હેડ કોન્સ. કે.બી.ડોકલે જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!