જૂનાગઢમાં મુફતી એ આઝમ હિન્દના ઉર્ષ નિમિત્તે શાનદાર જલ્સાનું આયોજન

જૂનાગઢની ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામે આલી મુકામ અને મુફતી એ આઝમ હિન્દની યાદમાં મુસ્લીમ તા.૧૪ મી મહોર્રમને  તા.ર-૯-ર૦ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે મસ્જીદે રઝા ઉધીવાડા ખાતે એક શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શોહદાએ કરબલાની યાદમાં રાત્રે ૧.૪૦ કલાકે કુલ શરીફ તથા ન્યાઝનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સૈયદ આલે મુસ્તફા દાદાબાપુ (જાફરાબાદ) ખાસ હાજરી આપશે અને જલ્સાનું પ્રમુખ સ્થાન સંભાળશે. આ ઉપરાંત ગુજરાતના પ્રખર વકતા ખતિબે ઝિશાન મુફ.તી મોહંમદ અશરફ રઝા બુરહાની (રતપુર, ખેડા), જૂનાગઢના મુફતી હસીબુર્રહમાન સહિતના ઓલેમાઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાંથી મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરોને ઉપસ્થિત રહેવા ખાનકાહે રઝવિય્યાહના ગુલઝારબાપુની યાદીમાં અપીલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!