ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ માટે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા વિચારણા કર્યા પછી, રાજ્યના શિક્ષણ વિભાગે ૧૨ કોલેજાેની ઓળખ કરી છે, જે દરેક જિલ્લામાં એક-એક યુનિવર્સિટીમાં ફેરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર, દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટી હોવી જાેઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તાત્કાલિક અમલીકરણ યોજનાના ભાગરૂપે ૧૨ જિલ્લાઓ જ્યાં યુનિવર્સિટીઓ નથી તેની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, અમરેલી, મહીસાગર, મોરબી, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે. આ ૧૨ જિલ્લાઓમાં એક-એક કોલેજની ઓળખ કરવામાં આવી છે જે યુનિવર્સિટીઓ તરીકે ચલાવવામાં સક્ષમ છે. આમાં તકનીકી અને બિન-તકનીકી તેમજ સરકારી અને સહાયિત કોલેજાે બન્નેનો સમાવેશ થાય છે. આ ૧૨માંથી ૯ સહાય અનુદાન, ૩ સરકારી અને ૨ મહિલા કોલેજ છે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્ય્šં કે, “આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોમાંની એક છે. કોલેજાે ઉપરાંત, અમે યુનિવર્સિટીની જાળવણી માટે જિલ્લાની ક્ષમતાઓ પણ જાેઈ રહ્યાં છીએ. તેમ છતાં, તે સમય જતાં વિકસિત થશે, પ્રારંભિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews