જૂનાગઢ : વાકોલ નદીમાં ભારે પૂરથી કાથરોટામાં પાણી ફરી વળ્યા

ગિરનાર પંથકમાં ઉપરવાસમા ભારે વરસાદથી વાકોલ નદી બે કાઠે વહેતા જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામમા મધરાતે પાણી ફરી વળ્યાં હતા. ગામના બસ સ્ટેન્ડ આસપાસ પાણી ઘુસી જતા લોકો મધરાતે જ પૂરના નીરનો નજારો જાેવા ઉમટી પડ્યા હતા. ભારે પૂર આવતા ગામની ગૌશાળાની એક દિવાલને પણ નુકશાન પહોચ્યું હતું જાે કે સાવચેતીના ભાગરૂપે એ પહેલા જ ગાયોને અન્ય જગ્યાએ સ્થળાંતરીત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!