ગણેશ વિસર્જન તારીખ ૧-૯-ર૦ર૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે. આ દિવસે ચૌદશ સવારનાં
૯-૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માન્ય ગણાય. આ પ્રમાણે મંગળવારે ગણેશ વિસર્જન છે. ગણેશ વિર્સજનમાં ગણપતી દાદાનું પૂજન કરવું દાદાને ચાંદલો, ચોખા કરી અબીલ- ગુલાલ – કંકુ ચડાવી દાદાને નૈવેધ ધરાવું ત્યાર બાદ દાદાની આરતી ઉતારવી અને દાદાની ક્ષમા યાચના માંગવી, ગણપતી દાદાના વિર્સજન માટે એક પાણી ભરેલા ટબમાં ઘરના ફળીયામાં પાણી ભરેલ ટબ રાખી અને તેમા પધારવા. ત્યારબાદ સંપુર્ણ મુર્તિ ઓગળી જાય એટલે તે પાણી આસોપાલવ અથવા પીપળે અથવા કાંટા વગરનાં થાળમાં પધરાવી દેવું. તા.૯-૯-ર૦ મંગળવારના શુભ મુૃર્હુતોની યાદી સવારે ચલ ૯-૩૯ થી ૧૧-૧૩, સવારે લાભ ૧૧-૧૩ થી ૧ર.૪૭, સવારે અમૃત ૧ર.૪૭ થી ર.ર૧, બપોરે શુભ ૩.પ૪ થી પ.ર૮, બપોરે અભિજિત મુર્હુતો, ૧ર.રર થી ૧.૧ર.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews