૨૨ દિવસમાં ૫૩૩ જેટલા ગુમ થયેલા બાળકો શોધી કાઢતી ગુજરાત પોલીસ

0

ગુમ કે ખોવાયેલા સગીર વયના કિશોરો અને બાળકોને શોધીને વાલીને પરત અપાવવાની બાબતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લઇને વખતો વખત પોલીસ વિભાગને આ અંગે સંવેદનશીલતા અને સર્તકતાથી કામ કરવા સૂચના આપવામાં આવે છે. ૧૮ વર્ષની નીચેના હોય અને ગુમ અથવા ખોવાયેલા હોય તેવા બાળકોને શોધી કાઢવા રાજ્યની પોલીસ દ્વારા પણ ખાસ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવે છે. આવા બાળકો કોઇ ક્રાઇમનો ભોગ બનવા સંભવ હોય છે અને તેથી તેમને સત્વરે શોધવા જરૂરી હોય છે. રાજ્ય પોલીસ વડા શ્રી આશીષ ભાટીયા દ્વારા ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવતાં, રાજયના મોટા શહેરો જેવા કે, અમદાવાદ શહેર, સુરત શહેર, ભરૂચ, મહેસાણા, દાહોદ, ગોધરા વગેરે જિલ્લાઓમાંથી ઘણા બાળકો ગુમ તથા અપહરણ થયેલ હોવાનું ધ્યાને આવેલ હતું. જેથીઆ બાબતને ગંભીરતાથી લઇને, ગુમ અથવા ખોવાયેલા બાળકોને શોધી કાઢવાની કામગીરી તાત્કાલીક સતેજ કરવા ડી.જી.પી.શ્રી દ્વારા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને ગુમઅથવાખોવાયેલા બાળકોને શોધવા માટે તા.૦૬/૦૮/૨૦૨૦ થી ૨૭/૦૮/૨૦૨૦ સુધી કુલ-૨૨ દિવસની એક સ્પેશ્યલ ડ્રાઇવ પણ તમામ જીલ્લા/શહેરની પોલીસને આપવામાં આવેલ હતી. જેમાં શહેર/જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત ન્.ઝ્ર.મ્. અનેજી.ર્ં.ય્.,જેવી ખાસ શાખાઓ તથા મીસીંગ સેલ અને એન્ટી હ્રયુમન ટ્રાફિકીંગ યુનિટ જેવી આ કામ માટે ઊભી કરવામાં આવેલ શાખાઓના તમામ સંવર્ગના અધિકારીઓને ગુમ બાળકો શોધવાની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. આ ડ્રાઇવ દરમ્યાન પરિણામ લક્ષી કામગીરી સૂચના હતી અને જેથી આ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાંથી કુલ-૫૩૩ ગુમ બાળકોને પોલીસે શોધી કાઢવામાં આવેલ છે. જેમાં એકલા સુરત શહેરના ગુમ હોય તેવા ૮૮ બાળકો શોધી કાઢવામાં આવેલ છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લાના ૪૫, દાહોદ જીલ્લાના ૪૨, ગોધરા જીલ્લાના ૨૧, મહેસાણા જીલ્લાના ૨૦, ભાવનગર જીલ્લાના ૨૦, સુરત ગ્રામ્ય જીલ્લાના ૨૪, અરવલ્લી જીલ્લાના ૧૯, રાજ્કોટ ગ્રામ્ય જીલ્લાના ૧૭ એમ કુલ મળીને ૦ થી ૧૮ વર્ષના ૫૩૩ બાળકોને શોધીને તેઓના વાલીઓને જાણ કરવામાં આવી છે. આ પૈકી જે બાળકોના ગુમ થવા અંગે કોઇ ગુનો બન્યો હોય તો તે ચકાસીને તે સંદર્ભે જરૂરી ગુનાઓ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અમુક વણઉકેલ્યા કેસોને પણ શોધવામાં આવેલ છે. દાખલા તરીકે અમરેલી જીલ્લામાં ૨૦૧૬માં ૧૪ વર્ષની એક કિશોરીના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ડ્રાઇવ દરમ્યાન કિશોરીને શોધવાના પ્રયત્નોમાં પોલીસ દ્વારા તપાસમાં સામે આવેલ છે કે આ કિશોરીની હત્યા કરી દેવામાં આવેલ હતી. જેથી આ ગુનો ઉકેલીને પોલીસ દ્વારા હાલમાં તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં આશરે દોઢ વર્ષ પહેલા એક કિશોરી ગુમ થવાનો બનાવ બનેલ હતો. જે સંદર્ભે પોલીસે શકમંદ ઇસમોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવાનું શરૂ કર્યંં હતું અને આ આ ડ્રાઇવ દરમ્યાન આરોપીના ફેસબુક ઉપરથી કિશોરીને શોધી કાઢવામાં આવેલ હતી. હજુ આગળ ઉપર પણ આ જ રીતે ગુમ થયેલ બાળકો શોધવાની કામગીરી સખ્તાઇથી ચાલુ રાખવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી આશીષ ભાટિયા દ્વરા સૂચના આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews