ભાગવત અને રામાયણ જેના પ્રાણ છે એવા પૂ,ભાઈજી નો આજે પ્રાઞટય દિવસ છે. પુ. ભાઈજીની સુવાસ દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારક અને પ્રસારક તરીકે ફેલાયેલી છે. અભ્યાસ પરાયણ, ચિંતનશીલ અને તપસ્વી જીવન જીવતા પુ.ભાઈજી જીવન વાટીકામાં ખીલેલા યૌવનના ગુલાબ જેવું વ્યકિતત્વ ધરાવે છે. તેઓ ભાગવત કે રામાયણના ફકત પ્રવકતા જ નથી પંરતુ ભારત દેશની સંત પરંપરાના સાચા પ્રતિનિધી છે ભાવનગર જિલ્લા રાજુલા તાલુકાના દેવકા ગામે ૧૯૫૭ ની ૩૧ ઓગસ્ટના જન્મેલા પુ. ભાઈજીનું બાળપણ દેવકા કુંભરીયા અને સીમર જેવા ગામોમાં પસાર થયું, જયારે ધર્મ તથા સંસ્કૃતી વિષેનો અનુભવ રાજુલા પંથકમાં આવેલ પુ. શ્રી પાંડુરંગદાદા પ્રસ્થાપીત સંસ્કૃત પાઠશાળામાં કેળવાયો. રામાયણ અને ભાગવત જેવા મહામુલા ગ્રંંથો ઉપર પુ.ભાઈજી એક સરખું પ્રભૂત્વ ધરાવે છે. તેઓ કાયમ કહે છે કે, ભાગવત મારા શ્ચાસમાં છે તેથી મારો વિષય છે. રામાયણ મારા પ્રાણમાં છે તેથી તેના ઉપર મને દિવ્ય પ્રેમ છે. પુ. ભાઈજીના મુખે ભાગવતનું શ્રવણ કરવુ એ જીવનની ધન્યતા છે તો રામાયણ સાંભળવુ એ જીવનની અનન્યતા છે. પુ.ભાઈજીએ ગુજરાતના સિમાડા ઓળંગી દેશ વિદેશમાં ભાગવત અને રામાયણના રસપાનથી અનેક ભાવુકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે અને દેશ વિદેશની ભૂમિ ઉપર ભારતીય ધર્મનો કિર્તીસ્થંભ રચી અનેક લોકોને પ્રભુપારાયણ કરતા- કરતા પ્રભુ પારાયણ બનાવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews