રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલિસ વડા બલરામ મિણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ એલ.સી.બીના ઇન્ચાર્જ પીઆઈ હિતેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચોકકસ બાતમીના આધારે જામકંડોરણાના મોટા ભાદરા ગામની સિમમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને જુગાર રમી રહેલા કુલ ૫ શકુનીઓને પકડી પાડ્યા હતા. આરોપી જેમાં અશોક ભગવાનજી અંટાળા, હરસુખ કાનજી પોકિયા, રાજેશ વલ્લભભાઈ સાકરીયા, અશોક ટપુભાઈ વાછાની, રમેશ ભનુભાઈ સરધારા રહે.બધા મોટા ભાદરા વાળાઓ પાસેથી કુલ મળીને રૂા.૧૦૨૭૫૦ /- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ઈન્ચાર્જ પીઆઈ હિતેન્દ્રસિંહ રાણા તથા પો.હે.કો. રવિદેવભાઇ બારડ, શક્તિસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, અનિલભાઈ ગુજરાતી તથા પો.કો. નારણભાઇ પંપાણીયા, રહીમભાઈ દલ, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, ભાવેશભાઈ મકવાણા, અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews