ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા મેયર ધીરૂભાઈ ગોહેલ

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે આભાર માન્યો છે. જૂનાગઢ શહેરની વિકાસ યાત્રાને વેગવાન બનાવવા સંવેદનશીલ સરકાર દ્વારા જે સહયોગ આપવામાં આવી રહેલ છે. તે અંગે પણ આભારની લાગણી વ્યકત કરી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જુનાગઢ મહાનગરમાં ભુર્ગભ ગટર માટે રૂા.૩ર૦ કરોડ રૂપિયાનાં કામોને મંજુરી આપવામાં આવી છે. મહાનગરપાલિકાનાં કામોની લાંબા સમયની જરૂરીયાતને ગુજરાતનાં મુખ્યમંત્રીએ પુર્ણ કરી છે.
આ ઉપરાંત પણ જુનાગઢ શહેરનાં વિકાસ કામોને અગ્રતા મલે અને અને જયાં પણ જરૂર હોય ત્યાં સંપુર્ણ સહયોગ આપવાની ખાત્રી પણ આપવામાં આવી રહી છે. જુનાગઢ શહેરતનાં વિવિધ વિકાસનાં પ્રશ્નો, રસ્તા સહિતનાં લોકોની પ્રાથમિક સુવિધા માટેનાં અનેક પ્રશ્નોની વારંવાર ટીમ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ દ્વારા અસરકારક રજૂઆતો અને પરિણામે ગુજરાત સરકાર દ્વારા સંપુર્ણ સહયોગ આપવામાં આવી રહયો છે. અને ટીમ ધીરૂભાઈ અને તેમના સહ કાર્યોકરીની રજુઆતોના પરીણામે આજે વધુને વધુ વિકાસ કામોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા સંપુર્ણ સહયોગ અને નાણાંની પણ ફાળવણી કરવામાં આવી રહી છે. ફરી એકવાર મુખ્યમંત્રીશ્રીનો મેયર ધીરૂભાઈ ગોહેલે આભાર માન્યો છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!