દ્વારકાનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં ગંદકીનો ઉપદ્રવ

0

દ્વારકામાં ભારે વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયેલ છે. વહીવટી તંત્ર દ્વારા ખાડાવાળા રસ્તાઓ ઉપર કોંક્રેટના થીગડા મારેલ હતા તે ધોવાઈ ગયેલ છે. દ્વારકામાં મુશળધાર વરસાદને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ મુખ્ય વિસ્તારો ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી, તોતાદ્રી મઠ, સિધ્ધ વાટીકા સોસાયટી, ઈસ્કોન ગેટ, કરસનદાસબાપુ આશ્રમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર-ઠેર ભરાયેલ પાણી દુર્ગંધ મારે છે અને તેમાં કાદવ, કિચડ થવાને કારણે લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. નગરપાલિકા તંત્ર આ અંગે તત્કાલિક પગલાં લે તેવી માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!